નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદેશ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. મોંઘવરી ને લઈને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે કાર્યક્રમને સફળ થવા ન દીધો હતો.
મોંઘવારીએ સતત આસમાને પહોંચી રહી છે. જન-જરૂરિયાત ચીજ-વસ્તુઓ સહિત, પેટ્રોલ, ડીઝલ, CNG, PNG અનેક વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ પ્રદેશ કાર્યાલય બહાર રાખવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પણ જોડાયા હતા, પરંતુ કોંગ્રેસ ભવન ખાતે મોંધવારીનો વિરોધ કરતા પૂર્વે જ પોલીસ કોંગ્રેસ ભવનમાં પ્રવેશી હતી. જેના પગલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું.
કોંગ્રેસ લઈ જઈ રહી હતી મોંઘવારીની નનામી, જુઓ Video પોલીસે અધવચ્ચે શું કર્યું #ahmedabad #gujaratcongress #AhmedabadPolice pic.twitter.com/CaQemFGNXf
— Navajivan News (@NavajivanNews) March 31, 2022
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સી.આર. પાટિલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને ચેતવીએ છીએ કે આ અખતરા કરવાનું બંધ કરી દે, ગુજરાત કોંગ્રેસની મિલકલમાં આવીને રૂમ ચેક કરવા, પોલીસ આવીને આમરી મહિલા કાર્યકરો પર લાઠીચાર્જ કર્યા, આવા નાટકો ભાજપ બંધ કરી દે, તમારા પ્રધાનમંત્રી આવશે તો અમને પણ આવું કરતાં આવડે છે, ગુજરાત સરકાર ગુંડાગીરી કરવાનું બંધ કરે.
![]() |
![]() |
![]() |











