નવજીવન ન્યૂઝ. જયપુરઃ રાજસ્થાનના પ્રખ્યાત સરિસ્કા ટાઇગર રિઝર્વના જંગલોમાં ભીષણ આગ લાગી છે. વાયુસેના આગ પર કાબૂ મેળવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ 10 ચોરસ કિલોમીટરથી વધુના વિસ્તારોમાં ફેલાઈ છે, જેની સાઇઝ 1800 ફૂટબોલના મેદાન જેટલી છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર આગગ્રસ્ત વિસ્તારમાં પાણીનો છંટકાવ કરીને આગને ઓલવવામાં લાગેલા છે. મળતી માહિતી મુજબ સોમવારે સાંજે સરિસ્કા રિઝર્વમાં આગ લાગી હતી, વન અધિકારીઓ તેને બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાયુસેનાના હેલિકોપ્ટરો સિલિસિરહ તળાવમાંથી પાણી લાવીને આગ પ્રભાવિત વિસ્તારમાં તેનો છંટકાવ કરી રહ્યા છે.
આ તળાવ સરિસ્કા ટાઇગર રિઝર્વથી લગભગ ૪૩ કિમી દૂર છે. આ આગથી બાઘિન ST 17ના વિસ્તારમાં આગ લાગવાની પણ આશંકા આપવામાં આવી છે. અધિકારોએ જણાવ્યુ હતું કે આગ લાગવાના કારણે વાઘના બચ્ચાઓને ગૂંગળામણ થઈ શકે છે. ભારતીય વાયુસેના તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરિસ્કામાં મોટા પાયે ફેલાયેલા વિસ્તારને નિયંત્રિત કરવા માટે અલવર જિલ્લા વહીવટીતંત્રે મદદનો એસઓએસ મોકલ્યા બાદ બે એમઆઈ -17 વી 5 હેલિકોપ્ટરને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય વાયુસેનાએ ઓપરેશન માટે બે એમઆઈ-17 વી5 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે, ઓપરેશન હજુ પણ ચાલુ છે.
Indian Air Force extends assistance in controlling fire spread over large areas in #Sariska Tiger Reserve #Rajasthan @IAF_MCC has deployed two Mi 17 V5 helicopters for Bambi Bucket ops – operation Underway @SpokespersonMoD @drajaykumar_ias @ROBRajasthan @SWComd_IA @PIBJaipur pic.twitter.com/rITeXfmjYv
— PRO Jaipur MoD (@PRODefRjsthn) March 29, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












