Saturday, April 18, 2026
HomeGeneralપોલીસનું કામ માત્ર દંડો ચલાવવાનું નથી, પ્રજાનું જીવન કેવી રીતે સારૂ બને...

પોલીસનું કામ માત્ર દંડો ચલાવવાનું નથી, પ્રજાનું જીવન કેવી રીતે સારૂ બને તે જોવાનું પણ છે, દેવભુમી દ્વારકા પોલીસે આવુ કર્યુ કામ જુઓ વિડીયો

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. દ્વારકા): પોલીસનું કામ દંડ સિવાયનું પણ છે તેવી સમજ બહુ ઓછા પોલીસ અધિકારીઓને જો કે ઘણા પોલીસ અધિકારીઓ કાયદાની પેલે પાર પણ માણસ રહે છે તેની તેઓ ચીંતા કરે છે, આવુ જ કઈક દેવભુમી દ્વારકા પોલીસે કર્યુ હાલમાં ધોરણ-10ની બોર્ડની પરિક્ષા શરૂ થતાં દ્વારકા ટાપુ બેટ ઉપર રહેતા વિધ્યાર્થીઓ કઈ રીતે ઓખા ખાતે પરિક્ષા આપવા સમયસર પહોંચી શકે તેની ચીંતા કરી દેવભુમી દ્વારકાના પોલીસ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોષીએ મરીન પોલીસની પેટ્રોલીંગ બોટનો ઉપયોગ વિધ્યાર્થીઓને ઓખા ખાતે પરિક્ષામાં લાવવા મુકવા માટે શરૂ કર્યો છે. બોર્ડની પરિક્ષા આપી રહેલા વિધ્યાર્થીઓને પહેલી વખત લાગ્યુ કે જે પોલીસનો ડર લાગતો હતો તે પોલીસ તેમની ચીંતા કરે છે.



બોર્ડની પરિક્ષા શરૂ થતાં પહેલા શિક્ષણ વિભાગ અને પોલીસની એક સંયુકત બેઠક મળી હતી જો કે બેઠક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષાને લઈ મળી હતી, પરંતુ તેમા એસપી સુનીલ જોષીને પ્રશ્ન થયો કે દેવભુમી દ્વારકાના બે ટાપુ આવેલા છે તેમાં કેટલા વિધ્યાર્થીઓ રહે છે અને તેઓ પરિક્ષા આપવા કેવી રીતે જશે, સામાન્ય રીતે ટાપુ ઉપર રહેતા લોકો ઓખા આવવા જવા માટે ફેરી સર્વીસનો ઉપયોગ કરે છે, પરંતુ પોલીસને જાણકારી મળી હતી કે ફેરી સર્વીસના કોન્ટ્રાકટર અને સત્તા મંડળને વચ્ચે ભાવ વધારા મુદ્દે વાંધો પડયો અને ફેરી સર્વીસ ગમે સમયે હડતાલ પાડી શકે છે., જો પરિક્ષા દરમિયાન જ ફેરી સર્વીસ બંધ થઈ જાય તો વિધ્યાર્થીઓ ઓખા ખાતે પરિક્ષા આપવા કેવી રીતો પહોંચી શકે તેની ચીંતા હતી.



સુનીલ જોશીની સુચનાથી બેટ ઉપર રહેતા લોકો અને શિક્ષકોને સંપર્ક કરી પોલીસે એક યાદી તૈયારી કરી કે કેટલાં વિધ્યાર્થીઓ બોર્ડની પરિક્ષા આપી રહ્યા છે અને તેમની પરિક્ષાનો સમય કયો છે, આ યાદી તૈયાર થતાં એસપી જોશીએ પોતાના તાબામાં રહેલી મરીન પોલીસની પેટ્રોલીંગ બોટને સુચના આપી કે તેઓ નિશ્ચીત સમયે પેટ્રોલીંગ બોટમાં પરિક્ષા આપવા જતા વિધ્યાર્થીઓ અને પરિક્ષા કામગીરીમાં જોડાયેલા શિક્ષકોને ઓખા લાવવા લઈ જવાનું કામ કરશે, જયારે બેટના વિધ્યાર્થીઓને ખબર પડી કે તેમના માટે પોલીસે પેટ્રોલીંગ બોટની વ્યવસ્થા કરી છે ત્યારે તેમના આનંદનો પાર ન્હોતો, આ અંગે જયારે એસપી સુનીલ જોષીને પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ આ કઈ નવુ કામ નથી આ પણ પોલીસની ફરજનો જ એક ભાગ છે જે અમે કરી રહ્યા છીએ જુઓ વિડીયો

- Advertisement -


- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular