Saturday, April 18, 2026
HomeGeneralગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો રાહુલ ગાંધી સામેનો બદનક્ષી કેસ, પુર્ણેશ મોદીએ કરી અપીલ

ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો રાહુલ ગાંધી સામેનો બદનક્ષી કેસ, પુર્ણેશ મોદીએ કરી અપીલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં રાહુલ ગાંધી સામે ભાજપના તત્કાલિન ધારાસભ્યએ બદનક્ષીનો કેસ કર્યો હતો. જે હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. સુરતની ટ્રાયલ કોર્ટે ભાજપના તત્કાલિન ધારાસભ્યની અરજી ફગાવી દેતા હવે તેમણે હાઇકોર્ટમાં અપીલ કરી છે. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહી આ ભાષણ અંગે સ્પષ્ટતા આપે તેવી માગ કરવામાં આવી હતી. જો કે આવી અરજી કોર્ટે ફગાવી દીધી હતી.



કર્ણાટકમાં વર્ષ 2019માં લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અટક અંગે ટિપ્પણી કરી હતી. જેના આધારે ભાજપના તત્કાલિન ધારાસભ્ય પુર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. પુર્ણેશ મોદીએ ફરિયાદી તરીકે ચૂંટણી અધિકારી પાસેથી ભાષણની સર્ટીફાઇડ સીડી મિલવી હતી. તેમની માગ છે કે રાહુલ ગાંધીની હાજરીમાં આ સીડી ચાલુ કરવામાં આવે અને ભાષણ અંગે સ્પષ્ટતા આપે. આ નિવેદનના કારણે મોદી અટક ધરાવતા અનેકની છબી ખરડાઇ છે.

સુરત ટ્રાયલ કોર્ટે પુર્ણેશ મોદીની માગને ફગાવી દીધી હતી. જેથી તેમણે હાઇકોર્ટમાં અપીલ કરી છે. હાઇકોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી ટ્રાયલ પર મૂકવામાં આવેલો સ્ટે લંબાવવા માગણી કરવામાં આવી હતી. હાઈકોર્ટે સ્ટે યથાવત રાખ્યો છે. આ કેસની સુનાવણી આગામી 8 એપ્રિલના રોજ કરવામાં આવશે.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular