Thursday, October 16, 2025
HomeGeneralવિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસ પહોંચવા માગતી હતી ગાંધીનગર, પોલીસે વચ્ચેથી જ ઉંચકી લીધા

વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસ પહોંચવા માગતી હતી ગાંધીનગર, પોલીસે વચ્ચેથી જ ઉંચકી લીધા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં લેવામાં આવતી અલગ અલગ સરકારી ભરતી માટેની પરીક્ષાઓના પેપર છેલ્લા કેટલાક સમયથી સતત ફૂટી રહ્યા છે. ગુજરાતમાં બેરોજગારી એક મોટો પ્રશ્ન છે ત્યારે આવા બેરોજગાર યુવાનોના પ્રશ્નોને લઈને આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા આ સંમેલનને મંજૂરી આપવામાં આવી ન હતી, તેમ છતાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો એકત્રિત થતાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. નેતાઓમાં જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ તેમજ યૂથ કોંગ્રેસનાં નેશનલ પ્રેસિડેંટ શ્રીનિવાસ બીવીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.




ગુજરાત કોંગ્રેસ દ્વાર આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, ગુજરાતમાં થઈ રહેલા પેપર કૌભાંડ અને બેરોજગાર યુવાનોના પ્રશ્નોને લઈને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સંમેલન બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. પોલીસ દ્વારા સંમેલનને જ મંજૂરી આપી ન હતી તો વિધાનસભા ઘેરવું તો દૂર રહ્યું.

પોલીસ દ્વારા સમગ્ર ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ગાંધીનગર અને આમદવાદની આસપાસના વિસ્તારમાંથી આવતા કાર્યકર્તાઓને સંમેલન સ્થળ સુધી આવતા પહેલા જ જે તે વિસ્તારમાં તેમની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. આમદવાદથી ગાંધીનગર પ્રવેશ કરવાના રસ્તા ઉપર ઘ-0 સર્કલ આગળ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યાંથી આમદવાદથી કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સંમેલન માટે જઈ રહ્યા હતા.



તેમ છતાં ગુજરાત કોંગ્રેસની યુવા પાંખ દ્વારા કેટલાક અંશે વિરોધ પ્રદર્શન કરવામાં સફળતા મળી હતી. આમદવાદથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ તેમજ યૂથ કોંગ્રેસનાં નેશનલ પ્રેસિડેંટ શ્રીનિવાસ બીવી તથા અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓએ ગાંધીનગર તરફ કૂચ કરી હતી, ત્યારે ઘ-0 સર્કલ આગળ પોલીસ સાથે ઝપાઝપી બાદ તમામ કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત કરવામાં કરવામાં આવી હતી. અટકાયત સમયે પણ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

અત્યારે વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું તે સમયે કોંગ્રેસનાં ધારાસભ્યોએ દ્વારા વિધાનસભામાં સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ યૂથ કોંગ્રેસ દ્વારા વિધાનસભાના સંકુલમાં ભાજપનું પૂતળું સળગાવીને સરકારોનો વિરોધ કરવામાં આવ્યો હતો, તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ભાજપ ચુનતાનીઓ નજીક આવતા આવા આંદોલનોથી ગભરાઈ ગઈ છે અને આંદોલનોને અટકાવવા માટે પોલીસનો ઉપયોગ કરી રહી છે.




- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular