નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં ગઈકાલે પોલીસ સાથે ઝપાઝપી કરીને ભાગી ગયેલા એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સજ્જુ કોઠારી સામે 35 થી વધારે ગુના કરવાનો આરોપ છે. ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી તે સજ્જુ કોઠારી પોતાના ઘરે જ છે તેવી બાતમી મળી હતી. બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવા માટે સુરત પોલીસના એસીપી આર.આર.સરવૈયા, 3 પીઆઇ, 7 પીએસઆઇ અને 40 પોલીસ કર્મચારીઓ સજ્જુ કોઠારીના ઘરે પહોંચી ગયા હતા. સજ્જુએ પોતાના જ ઘરમાં પોલીસથી છુપાવા માટે એક ખુફિયા રૂમ બનાવ્યો હતો તેમ છતાં પોલીસે તેને શોધીને તેની ધરપકડ કરી છે.
જ્યારે પોલીસ સજ્જુને પકડવા તેના ઘરે જમરુંખલગી પહોંચ્યા ત્યારે સજજુના પાંચ માળના ઘરે બહારના દરવાજો બંધ હતો અને દરવાજા ઉપર લોખંડના ખીલા લગાવેલા હતા. જેના કારણે પોલીસે સીડી મગાવીને દરવાજો ઓળંગીને પહલે માળ પહોંચ્યા હતા. પછી પોલીસે આખા ઘરમાં સજ્જુની શોધખોળ કરી હતી, પાંચ માળની બિલ્ડીંગમાં 10 વાર પોલીસે સજ્જુની શોધખોળ કરી પણ તે મળ્યો નથી. તેમ છતાં વિશ્વાસુ બાતમી હોવાને કારણે પોલીસે આશા છોડ્યા વગર શોધ ચાલુ રાખી.
સુરતના કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીની ધરપકડ કેવી રીતે કરવામાં આવી pic.twitter.com/rlT4KJ9irS
— Navajivan News (@NavajivanNews) March 26, 2022
સજ્જુના ઘરના મુખ્ય રૂમના ફર્નિચરની બાજુમાં એક બોક્સ હતું જેની ઉપર ખખડાવતા પોલો અવાજ આવ્યો જેના કારણે પોલીસને શંકા ગઈ કે આ બોક્સની અંદર સજ્જુ કોઠારી છુપાયો હોવો જોઈએ. ત્યાર પછી પોલીસે બહાર આવવા માટે અવાજ લગાવ્યો હતો પણ કોઈ ઉત્તર ન મળતા પોલીસે દરવાજો તોડી નાખ્યો હતો, ત્યારે બોક્સમાં સજ્જુ છુપાઈને બેઠો હતો. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
સજ્જુ કોઠારીના ઘરની બાજુમાં આવેલી બે બિલ્ડીંગ જે તેની જ માલીકીની છે તેની પણ તપાસ કરતાં તેમાંથી ગુજસીટોકનો આરોપી સમીર સલિમ શેખ પણ પકડાયો હતો. સજ્જુ કોઠારી ઉપર અગાઉ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરીને બાંધકામ કરવા જેવા ગંભીર ગુના માટે ફરિયાદ નોંધવામાં આવી હતી.
![]() |
![]() |
![]() |











