Sunday, April 19, 2026
HomeGeneralAAP Vs BJP: ગુજરાતના શિક્ષણમંત્રીને દિલ્હીના શિક્ષણમંત્રીએ ચેલેન્જ આપી, શિક્ષણ ઉપર ચર્ચા...

AAP Vs BJP: ગુજરાતના શિક્ષણમંત્રીને દિલ્હીના શિક્ષણમંત્રીએ ચેલેન્જ આપી, શિક્ષણ ઉપર ચર્ચા કરવા સ્થળ અને તારીખ જણાવો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. તેવામાં તમામ રાજકીય પક્ષ દ્વારા તડામાર તયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરવાની છે. તેવામાં ભાજપ અને આપ વચ્ચે ટ્વિટર પર આક્ષેપબાજી શરૂ થયા છે.



બીજેપી ગુજરાતના ટ્વિટર એકાઉન્ટ પરથી આપને નિશાન બનાવમાં આવી રહ્યું છે. દિલ્હીની આપ સરકાર સામે અનેક આક્ષેપો સાથેના ટ્વિટ કરવામાં આવ્યા છે. જેમાં કેજરીવાલજીની એજ્યુકેશન સિસ્ટમ ફેલ, દિલ્હીમાં 7 વર્ષમાં એક પણ ગેસ્ટ ટીચરને કાયમી નથી કરવામાં આવ્યા, 20 હજાર ગેસ્ટ ટીચરોને કેમ નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા જેવા અનેક શિક્ષણના મુદ્દે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ આપ પણ વળતાં પ્રહાર કરવાનું ચૂકી નહીં. દિલ્હીના શિક્ષણમંત્રીએ આપક્ષેપ કરતાં કહ્યું કે ગુજરતમાં શાળાઓમાં 28,212 શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની અછત છે. કોલેજમાં 6903 પ્રોફેસરોની ઘટ છે. શાળામાં 18,000 વર્ગખંડોની અછત. મર્જરના નામે 6000 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે. ગુજરાતને આમ આદમી પાર્ટીના એજ્યુકેશન મોડલની જરૂર છે. ગઈકાલ મોડી રાત સુધી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વિટર ઉપર યુદ્ધ ચાલ્યું.



શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ ગુજરાતના ભાજપના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને શિક્ષણ મુદ્દે ડિબેટ કરવા ચેલેન્જ કરી છે. મનિષ સિસોદિયા ટ્વિટમાં કહ્યું કે BJP ગુજરાત ગઈકાલથી દિલ્હીમાં શાળાઓ વિરુદ્ધ ટ્વિટ કરવામાં આવી રહી છે. ગુજરાત અને પંજાબના ચૂંટણી પરિણામોમાં ‘આપ’નો વધતો પ્રભાવ તમને નારાજ કરી રહ્યો છે. ભાજપ શિક્ષણની વાત ન કરે તો સારું. હું ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ચર્ચા માટે પડકારું છું. તમારું સ્થળ અને સમય બતાવો.

પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આપએ વધુ એક રાજ્ય પર વિજય મેળવ્યો છે. તેવામાં હવે આપ આગામી સમયમાં યોજવાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગામડાંમાં, તાલુકાકક્ષાએ અને હવે જિલ્લાકક્ષાએ ‘આપ’ દ્વારા તિરંગાયાત્રા કાઢવામાં આવી રહી છે. ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એપ્રિલની બીજી તારીખે અમદાવાદમાં નીકળનારી તિરંગાયાત્રામાં ભાગ લેવાના છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular