પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ ): પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા કેસ પાછા ખેંચવાનો નિર્ણય કરી ભાજપે પાટીદાર મતને રીઝવવાનો પ્રયત્ન કર્યો હોવાનું કહેવાઈ રહ્યુ છે. પરંતુ જે દસ કેસ પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો તેની કાર્યવાહી તો વિજય રૂપાણીની સરકારમાં શરૂ કરવામાં આવી હતી, આમ કેસ પાછો ખેંચવાની કાર્યવાહી કોઈ નવી ઘટના ન્હોતી, તેમજ જે કેસ પરત ખેંચવામાં આવ્યા તેમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહની ફરિયાદ પાછી ખેંચવા અંગે કોઈ કાર્યવાહી સરકારે કરી નથી, સુત્રોની જાણકારી પ્રમાણે હાર્દિક પટેલ સામે ગંભીર કહી શકાય તેવી રાજદ્રોહની ફરિયાદ પાછી ખેંચવા અંગે સરકાર તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી અને થાય તેવા સંકેતો પણ નથી.
પાટીદારો સામેના કેસ પરત ખેંચવા જોઈએ તેવી લાંબા સમયથી માગણી હતી, જે અંગે પાટીદાર નેતાઓ અગાઉ પણ સરકારમાં રજુઆત કરી હતી, વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાવાદમાં નોંધાયેલા દસ કેસ પરત ખેંચવાની સુચના સરકાર તરફથી આવી ગઈ હતી, જે દસ કેસ પરત ખેચવામાં આવ્યા તે અતિગંભીર પ્રકારના કેસ નથી, જેમાં સરકારી મિલ્કતને નુકશાન કરવુ, ગેરકાયદે મંડળી બનાવવી અને ગેરકાયદે ગૃહપ્રવેશ કરવાના ગુના છે. જો કેસ કેસ અતિગંભીર પ્રકારના નહીં હોવા છતાં પાટીદાર આરોપીની સંખ્યા વિશેષ પ્રમાણમાં હતી, જેમાં તેમને કોર્ટના ધક્કા ખાવા પડતા હતા જેમાંથી તેમને મુકતી મળશે.
આ દસ કેસમાં એક કેસ હાર્દિક પટેલ સામેનો પણ છે, રામોલ વિસ્તારમાં એક સ્થાનિક નાગરિક દ્વારા હાર્દિક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, આમ રામોલનો કેસ સરકાર તરફે નથી, ખાનગી ફરિયાદ છે., તેથી સરકારે હાર્દિક પટેલનો એક પણ કેસ પાછો ખેંચ્યો નથી,. જયારે હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં હોય અને ભાજપ સામે લડવાનું હોય ત્યારે કોઈ પણ રાજકિય પક્ષ પોતાના રાજકિય દુશ્મને કેસમાંથી મુકત કરી પોતાની સામે લડવાની મોકળાશ આપે તેવી અપેક્ષા આજના સમયમાં રાખવી વધુ પડતી છે.
હાર્દિક પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં રાજદ્રોહની ફરિયાદ નોંધવામાં આવી હતી, રાજદ્રોહની ફરિયાદ નોંધતા પહેલા રાજય સરકારની મંજુરી જરૂરી હોય છે, રાજય સરકારે મંજુરી પણ આપી દીધી હતી., અને જે કેસ હાલમાં કોર્ટમાં પડતર છે પરંતુ કાયદાવિદો પ્રમાણે આ કેસ ચાલી જાય તો હાર્દિક પટેલ સહિત જેટલાં આરોપીઓ છે તેમને સજા થાય તેવા સજ્જડ પુરાવા પોલીસ પાસે છે આ ઉપરાંત આ કેસમાં આરોપી કેતન પટેલ તાજના સાક્ષી થઈ ગયા છે, આ કેસ પરત ખેંચવા અંગે રાજય સરકારે કોઈ સુચના આપી નથી અને તેવા કોઈ સંકેતો પણ નથી આમ આખા રાજયમાંથી પાટીદારોના તમામ કેસ પરત ખેચાઈ જાય પણ હાર્દિક સામેનો કેસ પરત ખેંચાય તેવી કોઈ શકયતા નથી.
આ અંગે હાર્દિક પટેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે સરકાર દ્વારા અગાઉ જે 246 કેસ પાછા ખેંચવાનો નક્કી કરાયું હતું આદર્શ કેસ તે જ છે આમાં કંઈ નવું નથી, સરકારે પાછા ખેંચેલા પૈકીના નવ કેસ એ આ 246 પૈકીના જ છે જ્યારે એક કેસ છે તે નવો છે. મારી માગણી છે કે સરકાર જલ્દીથી બાકીના કેસ પરત ખેંચે અને પાટીદાર અગ્રણીઓને પણ વધારે હરખમાં ન આવી સરકારની વાહવાહી ન કરવા વિનંતી છે કારણ કે જ્યારે સરકાર પોતાના વાયદા મુજબ બધા કેસ પાછા ખેંચશે ત્યારે હું પોતે સરકાર નું મોઢું મીઠું કરાવવા જઈશ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












