નવજીવન ન્યુઝ.પંચમહાલ: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા તા ૨૨ માર્ચના રોજ મહારેલીનુ આયોજન કરવામા આવ્યુ છે. જેને લઈને તાલુકાના ક્ષત્રિય સમાજમાં ભારે ઉત્સાહનુ મોજુ ફરી વળ્યુ છે. આ મહારેલી વાઘજીપુરથી નીકળી ખેડા જિલ્લા સુપ્રસિદ્ધ યાત્રાધામ ફાગવેલ ખાતે ભાથીજી મંદિર પહોંચશે, જ્યા બાવનગજની ઘજા ચઢાવામાં આવશે. આ મહારેલીમાં ગુજરાત ક્ષત્રીય સેનાના પ્રમુખ અભિજીતસિંહ સહિત પંચમહાલ જિલ્લામાંથી મોટી સખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો ઉમટી પડશે. સાથે શહેરા તાલુકાના અગ્રણીઓ હાજર રહેશે.

સમસ્ત ક્ષત્રિય સમાજ પંચમહાલ દ્વારા સમાજમાં એક થઈ સંગઠીત બને તે માટે શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે એક ભવ્ય મહારેલીનુ આયોજન આગામી ૨૨ માર્ચના રોજ કરવામા આવી રહ્યુ છે. જેને લઈને મહારેલીના કાર્યક્રમને સફળ બનાવા માટે આયોજકો દ્વારા રાતદિવસ એક કરી રહ્યા છે. વાઘજીપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતેથી આ મહારેલીનુ ક્ષત્રિય સમાજના અગ્રણીઓની હાજરીમાં ક્ષત્રિય એકતા જીંદાબાદના જય ઘોષ સાથે પ્રસ્થાન કરાવાશે. આ મહારેલીની વિશેષતામાં બાવનગજની એક ભવ્ય ધજા રહેશે જે મહારેલી ખેડા જિલ્લા પ્રસિધ્ધ યાત્રાધામ એવા ફાગવેલ ખાતે ક્ષત્રિયવીર સુરા ભાથીજી મહારાજના મંદિરે આ બાવનગજની ધજા ચઢાવામાં આવશે. આ મહારેલીમાં શહેરા, ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા સહીત અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને અગ્રણીઓ મહીલાઓ ઉમટી પડશે.નોંધનીય છે કે શહેરા તાલુકામાં ક્ષત્રિય સમાજ દરેક ક્ષેત્રમા સંગઠિત થાય તે માટે પહેલા ભૂરખલ ખાતે પણ ડીસેમ્બર મહિનામાં ભવ્ય કાર્યક્રમ થયો હતો. જેમા ક્ષત્રિય સમાજ અગ્રણીઓ રાજ શેખાવત, અભિજીતસિંહ, સહિત પંચમહાલ જિલ્લાના અગ્રણીઓ હાજર રહ્યા અને ગામેગામ પણ બેઠકો રાખીને સમાજ વધુ સંગઠીત બને તે દિશામાં પ્રયાસો થઈ જ રહ્યા છે. આગામી સમયમાં પણ શહેરા તાલુકામાં સમાજને સંગઠીત કરવા માટેના આવા અનેક કાર્યક્રમો થવાના છે. તેમ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તરફથી જાણવા મળ્યુ છે.

![]() |
![]() |
![]() |











