Friday, July 3, 2026
HomeGeneralસાણંદ: ગટરનું કામ કરવા ઉતરેલા મજૂરનું ગેસથી ગૂંગળાઈ જતાં મોત, મજૂરને બચાવવા...

સાણંદ: ગટરનું કામ કરવા ઉતરેલા મજૂરનું ગેસથી ગૂંગળાઈ જતાં મોત, મજૂરને બચાવવા ગયેલો કોન્ટ્રાકટર પણ બેભાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના સાણંદમાં ગટરનું કામ કરવા ગટરમાં ઉતરેલા એક મજૂરનું મોત નીપજ્યું છે. ઉપરાંત મજૂરને બચાવવા ગયેલા કોન્ટ્રાકટર પણ બેભાન થઈ ગયો હતો. સોસાયટીના લોકોએ બંનેને બહાર કાઢી સારવાર માટે ખસેડયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મજૂરનું મોત નીપજયું હતું, જ્યારે કોન્ટ્રાકટરને સારવાર હેઠળ રાખવામા આવ્યો છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, સાણંદમાં એકલિંગીજી રોડ ઉપર આવેલા આકાર હોમ્સ બંગલોઝના ગેટ સામે રોડ ઉપર ગટર લાઈનનું કામ કરવા માટે 19 માર્ચના રોજ કોન્ટ્રાકટર કરણભાઈ ઉર્ફે બાદશાહ પ્રવીણભાઈ ચૌહાણ ગઢીયા ચોકડી ઉપરથી મજૂરી કામ કરવા માટે ત્રણ હજાર નક્કી કરીને શિવાભાઈ શંકરભાઈ ચૌહાણ(રહે.સાણંદ મૂળ સોલગામ તા.માંડલ), રણજીત વાલજીભાઈ પઢાર અને શિવરામભાઈ હમીરભાઈ પઢાર( બંને રહે.સાણંદ મૂળ નાની કઠેચી તા.લીમડી) લઈને આવ્યા હતા.

ગટર લાઇનમાં શિવરામભાઈ હમીરભાઈ પઢાર ગટરનું ઢાંકણું ખોલી ગટરમાં પ્લાસ્ટિકની પાઇપ આરીથી કાપી રહ્યા હતા, તે દરમિયાન પાઇપમાંથી ગંદા પાણી સાથે અચાનક જ ગેસ નીકળતા શિવરામભાઈ ગટર લાઇનમાં બેભાન થઈ ગયા હતા. જે જોઈને કોન્ટ્રાકટર કરણભાઈ ઉર્ફે બાદશાહ પ્રવીણભાઈ ચૌહાણ ગટર લાઇનમાં ઉતાર્યા હતા અને મજૂરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ બેભાન થઈ ગયા હતા.



સમગ્ર ઘટનાની જાણ સોસાયટીના લોકોને થતાં દોરડાથી કરણભાઈ અને શિવરામભાઈને ગટરમાંથી બહાર કાઢીને 108ને જાણ કરી કરી હતી. બંનને સારવાર માટે સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. શિવરામભાઈને સારવાર દરમ્યાન ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે કરણભાઈને પ્રાથમિક સારવાર આપી સાલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડયા હતા. મૃતક શિવરામભાઈની લાશને સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લઈ જવામાં આવી હતી.

- Advertisement -







- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular