Tuesday, April 21, 2026
HomeGeneralGST ઈન્ટેલિજન્સ ઓફિસર પર 60 લાખની લાંચ લેવાનો આરોપ, CBIએ ધરપકડ કરી

GST ઈન્ટેલિજન્સ ઓફિસર પર 60 લાખની લાંચ લેવાનો આરોપ, CBIએ ધરપકડ કરી

- Advertisement -

નવજીવન.ન્યૂઝ. નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ GST ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI)માં કામ કરતા એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીની કથિત રીતે 60 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે એક વેપારીએ સીબીઆઈને ફરિયાદ કરી હતી કે અધિકારીએ તેના પિતા વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં મદદ કરવા માટે એક કરોડ રૂપિયાની લાંચ માંગી હતી.



લાંચ પ્રકરણ મામલે તેમણે કહ્યું કે આ ફરિયાદ પર સીબીઆઈએ સંબંધિત અધિકારી મોહિત ધનખર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સીબીઆઈના પ્રવક્તા આરસી જોશીએ કહ્યું, “એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે DGGI ગાઝિયાબાદ ખાતેના એક કેસમાં આરોપીએ ફરિયાદીના પિતાને મદદ કરવા માટે ખાનગી વ્યક્તિઓ દ્વારા 1 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી.”

વઘુમાં કહ્યું કે એજન્સીએ છટકું ગોઠવ્યું અને તે અધિકારી વતી રાકેશ શર્મા નામના એક ખાનગી વ્યક્તિને 60 લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યો. અધિકારીઓના જણાવ્યા અનુસાર બાદમાં ધનખરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આજે આરોપીઓની જગ્યાઓ પર શોધખોળ કરવામાં આવી રહી છે.

- Advertisement -







- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular