નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રવિવારે ઉત્તરી ઇરાકમાં અમેરિકી સૈન્ય મથક પર શ્રેણીબદ્ધ રોકેટ હુમલા થયા હતા. ઇરબિલમાં યુએસ આર્મી બેઝ અને કુર્દિશ ન્યૂઝ ચેનલના કાર્યાલયને રોકેટોએ નિશાના બનાવ્યા હતા. ગવર્નર ઓમાદ ખોશનવીએ પુષ્ટિ કરી કે રવિવારે શહેરમાં ઓછામાં ઓછી પાંચ “ઈરાની બેલિસ્ટિક મિસાઈલો” ત્રાટકી. તેમણે કહ્યું કે સ્પષ્ટ નથી થયું કે મિસાઇલો સ્થળ પરના યુએસ વાણિજ્ય દૂતાવાસને અથવા શહેરના એરપોર્ટને નિશાન બનાવવામાં આવી હતી.
આ હુમલા અંગે અમેરિકી અધિકારીઓએ પુષ્ટિ કરી કે હુમલામાં કોઈ સૈન્ય જાનહાનિ થઈ નથી. હુમલા વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર શેર કરાયેલા કેટલાક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરબિલમાં યુએસ સૈન્ય મથક પર ઈરાન તરફથી બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી.
અગાઉ સપ્ટેમ્બરમાં યુએસ પરના 9/11ના હુમલાની 20મી વર્ષગાંઠે ઇરબિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુએસ બેઝ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં એરબિલ એરપોર્ટ પર અનેક વખત હુમલા થયા છે. મોટાભાગના હુમલાઓમાં વિસ્ફોટકોથી સજ્જ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકી અધિકારીઓ ઈરાન સાથે જોડાયેલા શિયા મુસ્લિમ મિલિશિયાઓ પર હુમલા માટે દોષી ઠેરવે છે, જેમણે બાકીના 2,500 યુએસ સૈનિકો દેશ છોડે ત્યાં સુધી લડવાની પ્રતિજ્ઞા લીધી છે. યુએસ સૈન્ય આંતરરાષ્ટ્રીય લશ્કરી જોડાણનું નેતૃત્વ કરી રહ્યું છે. તેનો હેતુ ઇરાકી દળોને સુન્ની ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સામે લડવામાં મદદ કરવાનો છે.
ઈરાકમાં અમેરિકી સૈન્ય મથક પર હુમલો, ઈરાન પર બેલેસ્ટિક મિસાઈલ છોડવાનો આરોપ pic.twitter.com/T5lWOIDXHx
— Navajivan News (@NavajivanNews) March 13, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












