નવજીવન ન્યૂઝ મોડાસા:મેગાસીટીમાં સ્પાના નામે ચાલતા દેહવેપારનું દુષણ હવે સંસ્કારી નગરી ગણાતા અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં જોવા મળી રહ્યું છે. મોડાસા શહેરમાં બિલાડીના ટોપની માફક સ્પાની હાટડીઓ ધમધમી રહી છે. જેમાં કેટલીક જગ્યાએ સ્પાના નામે દેહવેપારનો ધંધો ધમધમી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જિલ્લા સેવાસદન સામે આવેલા એ-વન થાઈ સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવેપારનો જીલ્લા એસઓજી પોલીસે પર્દાફાશ કરી સ્પાના માલિક, રૂપલલના સાથે રંગરેલિયા મનાવતો એક યુવક અને ત્રણ રૂપલલનાઓને ઝડપી પાડી કુટખાણાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં પોલીસે સ્પાના માલિક અને ગ્રાહક સામે લાકડાતોડ કલમ લગાવી છે. જે અંતર્ગત ૭ વર્ષ સુધીની જોગવાઈ છે ત્યારે સ્પામાં મજા માણવા પહોંચેલા યુવકને થોડીક મિનિટ્સની મજાની સજામાં ૭ વર્ષ સુધી સજા ભોગવવાનો વારો આવી શકે છે.
મોડાસા શહેરમાં કેટલાક સ્પામાં મસાજ પાર્લરની આડમાં દેહવેપારનો ધંધો ધમધમી રહ્યો છે. મસાજ પાર્લરનો શહેરના કેટલાક સગીરોને ચસ્કો લાગ્યો છે. ઘણા સ્પાના સંચાલકો રૂપિયા કમાવવાની લહાયમાં કોઈપણ પ્રકારની રોકટોક વગર સગીરોને પણ પ્રવેશ આપી રહ્યા છે. જિલ્લાના અનેક યુવકો અને વૃધ્ધો પણ મસાજ પાર્લરની આડમાં રૂપલલનાઓની સોબત માણી આવતા હોય છે.
સ્પામાં મસાજ કરાવવા પહોંચતા ગ્રાહકોને પૂછતો સીધો સવાલ એટલે “એક્સ્ટ્રા સર્વિસ લોગે ક્યા”
મોડાસા શહેરમાં મોટા ભાગના સ્પામાં મસાજ કરાવવા જતા ગ્રાહકોને મસાજ કરતી યુવતીઓ મસાજ કરતા પહેલા કે પછી એક્સ્ટ્રા સર્વિસ લોગે ક્યા…?? નો પ્રશ્ન પૂછી લે છે ત્યારે આ એક્સટ્રા સર્વિસ એટલે શું…!! તે અંગે પોલીસ તપાસ કરે તે ખુબ જરૂરી છે.
સ્પાની આડમાં ચાલતા દેહવેપારની મજા માણવા જતા HIV જેવા ગંભીર ગુપ્ત રોગોના શિકાર બની શકે છે
સ્પા ક્લચરથી આગમી સમયમાં અનેક યુવાનો અને પરીવારો શારીરિક રોગનો શિકાર બની શકે છે. સ્પાના નામે ચાલતા મસાજ પાર્લરમાં મસાજ કરાવવા જતા યુવકોને સ્પા કરતી રૂપલલનાઓ ધીરેધીરે લલચાવી શારીરિક સબંધ બાંધવા ઉશ્કેરી રહી છે. કેટલાક સ્પામાં તો રૂપલલનાઓ દારૂ અને બિયરનો નશો કરી સંબંધ બનાવે છે. જેટલા રૂપિયા ખર્ચો તેવી સર્વિસ પણ આપે છે. તેમજ અસમલામાત શારીરિક સબંધ બાંધતી હોવાની વિગતો સુત્રો પાસેથી મળી રહી છે અને જો તેવું ખરેખર બની રહ્યું છે તો તે અત્યંત જોખમી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












