Thursday, July 2, 2026
HomeGeneralભગવંત માન: સ્ટેન્ડ અપ કોમેડિયનથી પંજાબના CM સુધીની સફર સરળ નથી રહી

ભગવંત માન: સ્ટેન્ડ અપ કોમેડિયનથી પંજાબના CM સુધીની સફર સરળ નથી રહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પંજાબ: પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદર્શને સૌને ચોંકાવી દીધા છે. આપ પાર્ટીએ આ સફળતા તેના સીએમ ચહેરા ભગવંત માનના નેતૃત્વમાં અને પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ મેળવી હતી. કોમેડિયન તરીકેની સફર શરૂ કરનાર ભગવંત માન સિયાસતમાં ઘણા આગળ નીકળી ચૂક્યા છે અને હવે ટૂંક સમયમાં જ પંજાબના સીએમ તરીકે શપથ લેશે.

ભગવંત માનનો જન્મ 17 ઓક્ટોબર, 1973ના રોજ પંજાબના સંગરુર જિલ્લાના સતોજ ગામમાં એક જાટ શીખ પરિવારમાં થયો હતો. તેમણે શહીદ ઉધમસિંહ સરકારી કોલેજ, સુનમમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. ભગવંત માને સિયાસતમાં જોડાતા પહેલા કોમેડી કલાકાર તરીકે પણ ખ્યાતિ મેળવી હતી. તેમણે યુથ કોમેડી ફેસ્ટિવલ અને ઇન્ટર કોલેજ કોમેડી કોમ્પિટિશનમાં કોમેડી ટેલેન્ટ દર્શાવ્યું છે. ફેમસ શો ‘ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં તેમણે પોતાના કોમિક પર્ફોમન્સથી લોકોને આકર્ષિત કર્યા હતા.

- Advertisement -



2011માં માનએ પંજાબની પીપલ્સ પાર્ટીમાં સામેલ થઈને પોતાની રાજકીય સફરની શરૂઆત કરી હતી. 2012માં તેઓ લેહરા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2014માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ટૂંક સમયમાં જ અરવિંદ કેજરીવાલના વિશ્વાસુ સાથી બની ગયા. હાસ્ય કલાકારથી રાજકારણમાં સ્થળાંતર કરવાના સવાલ પર ભગવંત માનએ તાજેતરમાં કહ્યું હતું, “કોમેડી એ ખૂબ જ ગંભીર વ્યવસાય છે. અને મારી કોમેડી માત્ર હાસ્ય ખાતર નહોતી, તે મને વિચારવા માટે પણ મજબૂર કરે છે.”

વર્ષ 2017માં તેમણે જલાલાબાદ સીટ પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી અને જીત મેળવી હતી. વર્ષ 2018માં અરવિંદ કેજરીવાલ દ્વારા અકાલી નેતા બિક્રમ સિંહ મજીઠિયાની માનહાનિના કેસમાં માફી માંગવા પર ગુસ્સે ભરાયેલા માનએ રાજીનામું આપી દીધું હતું પરંતુ બાદમાં ફરી પાટીમાં જોડાઇ ગયા હતા. પંજાબમાં આજે આપનો મુખ્ય ચહેરો ગણાતા ભગવંત માન બે વખત સંગરુર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. 48 વર્ષના આ યુવકને કેજરીવાલ પર ખૂબ વિશ્વાસ છે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular