Wednesday, July 1, 2026
HomeGeneralકચ્છ : ભચાઉમાં નોકરી કરતા અને ગાંધીધામમાં રહેતા DySPનાં ઘરે 4 લાખની...

કચ્છ : ભચાઉમાં નોકરી કરતા અને ગાંધીધામમાં રહેતા DySPનાં ઘરે 4 લાખની ચોરી, પોલીસે માહિતી છુપાવી…

- Advertisement -

નવજીવન ન્યૂઝ.કચ્છ :પૂર્વ કચ્છમાં ઘરફોડ ચોરીની ઘટનાઓએ માઝા મૂકી છે તેવામાં ચોર હવે પોલીસ અધિકારીઓને ઘરે લાખો રૂપિયાની ચોરી કરીને પોલીસને ચેલેન્જ કરી રહ્યા છે. ભચાઉમાં નોકરી કરતા અને ગાંધીધામમાં રહેતા Dy SPનાં ઘરે ગાંધીધામમાં ચોરીની ઘટનાએ પોલીસનું રીતસરનું નાક કાપી લીધું છે. લાંછન લાગે તેવી આ ઘટના મીડિયા થકી લોકો સુધી ન પહોંચે તે માટે ગાંધીધામ એ ડિવિઝનનાં મહિલા પોલીસ ઇન્સ્પેકટકરે ચોરીની ફરિયાદને ‘સંવેદનશીલ’ જાહેર કરીને માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.



સામાન્ય ચોરી કે નાના ગુન્હાની હકીકતમાં ફોટા પડાવી સોશિયલ મીડિયામાં જાતે ક્રેડિટ લેવાની હોડ કરતા પૂર્વ કચ્છ પોલિસ બેડાએ ભચાઉના ડીવાયએસપીનાં ઘરમાં થયેલી ચોરીની ઘટના છુપાવવા માટે ભરપૂર પ્રયત્ન કર્યા હતા. અને ગાંધીધામ એ ડીવીઝનના મહિલા પીઆઇ એ તો તેને સંવેદનશીલ જાહેર કરીને FIRની વિગત ઓનલાઇન પણ કરી ન હતી. સુત્રોનું માનીએ તો ભચાઉનાં SDPO એવા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ઉર્ફે કિશોરસિંહ ઘનશ્યામસિંહ ઝાલા પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે ત્રીજીથી ચોથી માર્ચ દરમિયાન ચોરીની ઘટના બની હતી. ભચાઉમા નોકરી કરતા આ ડેપ્યુટી એસપી ઝાલા ગાંધીધામમાં ગુરુકુલ વિસ્તારમાં રહે છે. ચોરો દ્વારા ઘરનો મુખ્ય દરવાજો ખોલીને સોના ચાંદીનાં દાગીના, મોંઘો આઈ ફોન, ટેબલેટ વગેરે મળીને અંદાજે ચારેક લાખની ચોરી કરી હતી.



ચોરીની આ ઘટના બાદ ગાંધીધામ એ ડિવિઝનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.કે.હૂંબલ દ્વારા FIRની વિગતો સંવેદનશીલ હોવાનું જાતે માની લઈને ફરિયાદ ઓનલાઇન કરી ન હતી. ઉચ્ચ પોલિસ અધિકારીઓનાં ઘર જ જયારે ગાંધીધામમાં સુરક્ષિત ન હોય તેવા સંજોમોમાં સામાન્ય લોકોની જાનમાલની પોલિસ કેવી રીતે સુરક્ષા કરશે તે એક મોટો પ્રશ્ન છે.

- Advertisement -

પૂર્વ મંત્રીની ભલામણથી ગોઠવાયા છે મહિલા પીઆઇ ?

સીધી ભરતીના ગાંધીધામ એ ડીવીઝનના મહિલા પીઆઇ એચ.કે.હૂંબલની પોસ્ટિંગ તેમના સમાજનાં જ પૂર્વ મંત્રીની ભલામણથી કરવામાં આવી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. થોડા સમય પહેલા ગાંધીધામમાં એક વ્યક્તિને પોલીસનાં બક્કલ પટ્ટા વડે બેરહેમીથી માર મારવાના કિસ્સામાં પણ આ મહિલા પીઆઇ સામે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં જાણવા જોગ નોંધ થઈ છે ત્યારે મનસ્વી રીતે ફરિયાદને સંવેદનશીલ જાહેર કરવાનું આ કૃત્ય તેમની સામે ખાતાકીય તપાસ તરફ લઈ જશે તેમ ખુદ પોલીસ બેડાનાં અનુભવીઓએ જણાવ્યું હતું.




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular