Wednesday, July 1, 2026
HomeGeneralઅરવલ્લી: પોલીસની આબરૂના ધજાગરા, મેઘરજના પોલીસકર્મી ફરિયાદીને બેફામ અપશબ્દો બોલતો હોવાની ઓડિયો...

અરવલ્લી: પોલીસની આબરૂના ધજાગરા, મેઘરજના પોલીસકર્મી ફરિયાદીને બેફામ અપશબ્દો બોલતો હોવાની ઓડિયો કલીપ વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં છેલ્લા 20 એક દિવસથી પોલીસ કર્મીઓ સામે અનેક આક્ષેપો સામે આવ્યા છે, પછી એ દારૂની હેરાફેરી હોય કે પછી વાહન ચાલક પાસે તોડ કરવાના કિસ્સા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા મેઘરજ પોલીસ સતત વિવાદમાં રહી છે ત્યારે વધુ એક પોલીસ કર્મી અને અરજદારની ઓડિયો ક્લિપ વાયરલ થતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ઉલ્લેખનીય છે કે મેઘરજ નગરમાં ઘરેલુ તકરાર થતા અરજદારે પોલીસની 112 ટોલ ફ્રી હેલ્પ લાઇન પર સંપર્ક કરતા પોલીસ કર્મીએ અરજદાર સાથે અશોભનીય વર્તન કરવાની સાથે કાનના કીડા ખરી પડે તેવી ગાળો બોલતો હોવાની ઓડિયો કલીપ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જિલ્લા પોલીસવડા સોશ્યિલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો કલીપ અંગે તપાસ કરાવે તેવી લોક માંગ પ્રબળ બની છે.



- Advertisement -

મેઘરજના અરજદાર અને પોલીસ કર્મીના સંવાદની એક મિનિટ્સ અને ૧૫ સેકન્ડ જેટલા સમય સુધી થયેલ વાતચીતનીમાં પોલીસકર્મી બેફામ બની અરજદારને 15 જેટલી બિભસ્ત ગાળોનો સાંભળાવી દેતા સમગ્ર પંથકમાં પોલીસ ના વિશ્વાસ સામે સાવલો પેદા થયા છે, જોકે આ વાયરલ ઓડિયો ક્લિપની નવજીવન ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. આ ઓડિયો અમારી પાસે છે પરંતુ અહીં રજુ કરાઈ નથી.

કહેવત છે કે ઘર ફૂટે ઘર જાય એ સૂત્ર અરવલ્લી પોલીસ માટે ભૂતકાળમાં સાર્થક સાબિત થયું છે.અરવલ્લી પોલીસ બેડામાં ચાલતા વહિવટ અને પોલીસવડાની વિશ્વસનીય શાખામાં ફરજ બજાવવાની લાહ્યમાં આંતરિક ડખાના કારણે પોલીસની આબરૂ દાવ પર લાગી જતા પોલીસ વડાએ આખી લોકલ ક્રાઇમબ્રાન્ચને વિખેરી નાખી હતી, છતાં કોઈજ ફરક પડ્યો નથી ત્યારે એક પછી એક પોલીસ સામેના આક્ષેપોના કિસ્સા સોશ્યિલ મીડિયા થકી બહાર આવતા પોલીસની આબરૂ ફરી દાવ પર લાગવના એંધાણ વર્તાઈ તો નથી રહ્યા ને? ભેજાબાજો પોતાનો દબદબો જમાવવા શિસ્તને નેવે મૂકતા સવાલ થાય છે કે શું આવી રીતે બનશે પોલીસ પ્રજાની મિત્ર..?

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular