Wednesday, July 1, 2026
HomeGeneralમોડાસા: ખડોદા ગામની ૧૦ માસની અસાધ્ય રોગથી પીડાતી બાળકી માટે એક યુવક...

મોડાસા: ખડોદા ગામની ૧૦ માસની અસાધ્ય રોગથી પીડાતી બાળકી માટે એક યુવક કઈ રીતે મદદગાર બન્યો તે વાંચો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મોડાસાઃમોડાસાના ઉમેદપુરના અને અમદાવાદમાં પત્રકાર તરીકે કાર્યરત નિકુલ પટેલના પત્રકારત્વ દરમિયાન કમાયેલા સંપર્કો અને તે સંપર્કો સાથે બંધાયેલા સંબંધો ગંભીર રોગથી પીડાતી ગરીબ પરિવારની બાળકી માટે આશીર્વાદ બન્યા હતા.

કવેહાય છેને કે જેને બચાવનાર ઉપર વાળો હોય તેને મારનાર કોઈ નથી. આ કહેવત અરવલ્લી જિલ્લામાં સાબિત થઈ છે. મોડાસા તાલુકાના ખદોડા ગામની એક માસૂમ 10 માસની દીકરી જન્મતાની સાથે બીમારીમાં સપડાઈ. દીકરીના જન્મ બાદ તેને ગંભીર પ્રકારની જન્મજાત બીમારી હોવાનું તબીબોએ જણાવ્યું. દીકરીના જન્મથી ખુશખુશાલ પરિવારમાં એકાએક ગમગીની છવાઈ.

- Advertisement -



દીકરીની સારવાર માટે એક પિતાએ તમામ તૈયારીઓ દર્શાવી અને દીકરીની સારવાર માટે અનેક ડોક્ટર્સ પાસે પહોંચ્યા. આ પરિવાર ખેતીકામ અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. 10 માસની માસૂમને એક અતિ જટિલ સર્જરી કરવી પડે તેમ હતી. ડોક્ટર્સ દ્વારા દોઢથી બે લાખ ખર્ચ થશે તેમ કહેવામાં આવ્યું. પરિવાર પાસે માસૂમ દીકરીને બચાવવા માટે વધારે પૈસા ન હતા પરંતુ એક બાપ દીકરીને બચાવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ દર્શાવી. દીકરી માટે સતત મોડાસાથી અમદાવાદ સુધીના ડોક્ટર્સને સારવાર માટે બતાવવામાં આવ્યું. સારવાર ખર્ચ વધે તેમ હતો.

તેવામાં કેટલાક જાગૃત લોકો દ્વારા માસૂમ દીકરી વૈશાલીની સારવાર માટે દાન એકત્ર કરવા માટે સોશિયલ મીડિયા કર કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું જેમાં એક બેંકનો એકાઉન્ટ નંબર જાહેર કરી એક પોસ્ટ બનાવી મદદ માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી. દીકરીના જન્મના 10 મહિના વીતી ચૂક્યા હતા. સર્જરી જેટલી જલદી થાય તેટલી જરૂરી હતું. માતા પિતા સહિત સૌ કોઈ સગા સબંધીઓ ચિંતિત હતા.

- Advertisement -


સોશિયલ મીડિયામાં દીકરીની મદદ માટે બનાવવામાં આવેલી પોસ્ટ વાયરલ થઈ રહી હતી અને તે પોસ્ટને અરવલ્લી જિલ્લા તમામ વોટસઅપ ગ્રુપમાં મૂકવામાં આવી. જેમાંથી કોઈ એક અજાણી વ્યક્તિ દ્વારા પણ દીકરીની મદદ માટે પોસ્ટ કરવામાં આવી અને તે પોસ્ટ અમદાવાદમાં રહેતા અને મોડાસા તાલુકાના ઉમેદપુર (દધાલિયા) ગામના વતની નિકુલ પટેલ સુધી પહોંચી. વોટસએપમાં આવેલી પોસ્ટ જોતાની સાથે જ સોશિયલ મીડિયામાં ફરી રહેલા બેનરમાં બેંક એકાઉન્ટ નંબરની સાથે દીકરીના પિતાના આપેલા નંબર પર નિકુલ પટેલે ફોન કરી બાળકીની ગંભીર બીમારી અંગે વિસ્તૃત માહિતી મેળવી યુવકે પિતાને પૈસાની ચિંતા કર્યા વગર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બોલાવી લીધા હતા. અહીં તેમણે પત્રકારત્વ દરમિયાન કમાયેલા સંબંધો કામમાં લાગ્યા અને તેમના સાથે અન્ય તબીબો પણ ભાવના સમજી ગયા. પીડિયાટ્રિક સર્જરીના નિષ્ણાત ગણાતા અને સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ ૧૦ મહિનાની માસુમ બાળકીની જટીલ સર્જરી કરી તેનો જીવ બચાવી લીધો હતો.

- Advertisement -

કોરોના મહામારીમાં પણ નિકુલ પટેલે હજારો લોકોની મદદ કરી છે

કોરોના મહામારીમાં પણ નિકુલ પટેલ દ્વારા અનેક લોકોને હોસ્પિટલમાં બેડ, ઑક્સિજન, ઇન્જેક્શન સહિત જરૂરી દવાઓ આપવી અનેક લોકોને મદદ કરી જીવ બચાવ્યા છે. જેને લઇને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા તેમને એવોર્ડ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.






Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular