Wednesday, July 1, 2026
HomeGeneralઅમદાવાદના જે વિસ્તારોમાં ગુંડાઓનો ખૌફ હતો ત્યાં હવે DCP ડેલુનો ખૌફ છે,...

અમદાવાદના જે વિસ્તારોમાં ગુંડાઓનો ખૌફ હતો ત્યાં હવે DCP ડેલુનો ખૌફ છે, DCPની નોટિસ મળતા જ બિલ્લી બની ગુંડાએ આવું કર્યું

- Advertisement -

દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં પશ્ચીમમાં આવેલા વેજલપુર, સરખેજ, જુહાપુરા અને ફતેહવાડી વિસ્તારમાં કેટલાક અસામાજીક તત્વોનો ત્રાસ મોટા પ્રમાણમાં હતો, જે છેલ્લા કેટલાક સમયથી ડીસીપી પ્રેમસુખ ડેલુના આવ્યા પછી ક્રમશઃ ઘટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં લેન્ડ ગ્રેબીંગ અને લોકોને ધાક-ધમકી આપીને જમીનો પચાવી પાડવાના કિસ્સા સામે આવતા હતા, જેના ઉપર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા આ વિસ્તારોમા નામચીન એવા તમામ ગુનેગારોને જેલના સળીયા પાછળ મોકલીને તેમના ગેરકાયગેસર બાંધકામોને તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી જ એક કાર્યવાહી દરમિયાન ગુંડાએ ડીસીપીની નોટિસ મળ્યા પછી જે કર્યું તે જાણી ડીસીપી ડેલુનો ખૌફ ગુંડાતત્વોમાં કેવો ફેલાયો છે તે જાણી શકાય છે.



આ વિસ્તારોમાં મુખ્યત્વે ચાર ગેંગ્સ કામ કરતી હતી, આ ચારેય ગેંગ્સના મુખીયાઓને પકડીને ડીસીપી પ્રેસસુખ ડેલુએ જેલમાં મોકલી દીધા છે. આ સમયગાળામાં આ વિસ્તારોના અસામાજીક તત્વોમાં પોલીસો ખૌફ એટલો ફેલાઈ ગયો છે કે જે લોકો પહેલા તેમના વિસ્તારમાં પોલીસ અને AMCના અધિકારીઓ કર્મચારીઓને ઘુસવા ન્હોતા દેતા હવે જ્યારે તેમને પોલીસની કે AMCની નોટિસ મળે છે કે તરત જ આ ગુંડાતત્વો જાતે જ પોતાનુ ગેરકાયદે બાંધકામ તોડી નાખે છે.

- Advertisement -

સરખેજ ફતેહવાડી વિસ્તારમાં રહેતા અયુબ રાયખડની પણ કેટલીક ગેરકાયદે સંપત્તિ પોલીસના ધ્યાને આવતા ડીસીપી પ્રેમસુખ ડેલુ દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી હતી. હવે આ વિસ્તારમાં પોલીસની અને ડીસીપીની એવી ધાક થઈ ગઈ છે કે ગેરકાયદેસર કામ કરતાં લોકો તેમનાથી કાંપે છે. અયુબને જેવી નોટિસ મળી કે તરત જ તેણે પોતાના ફાર્મ હાઉસમાં જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડવાની શરૂઆત કરી દીધી અને જેટલું પણ ગેરકાયદેસર બાંધકામ હતું, તે બધુ જ જાતે જ તોડી નાખ્યું હતું.



આ પ્રકારે કોઈ આરોપીએ પોતાનું જ ગેરકાયદેયસર બાંધકામ તોડી નાખ્યું હોય તેવી લગભગ આ પ્રથમ ઘટના છે. આ અંગે ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યુ હતું કે, “જો કોઈ જાતે જ ગેરકાયદેસર બાંધકામ તોડી નાખે તો તે સારું જ છે, જો પોલીસ કે AMCના ધ્યાને આવું કોઈ બાંધકામ આવશે તો અમે અચૂક તેના ઉપર કાર્યવાહી કરીશું જ.”


- Advertisement -

આ કેસમાં અયુબ રાયખાડ સામે અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાના આરોપ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે અને આગામી સમયમાં તેની ઉપર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી અમદાવાદ ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ ખાતરી આપી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular