Saturday, August 29, 2026
HomeGeneral"અમે ભૂલીશું નહીં, કે માફ નહીં કરીએ ", યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા...

“અમે ભૂલીશું નહીં, કે માફ નહીં કરીએ “, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા પર ગર્જના કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં “દમન” કરનારા તમામ લોકોને કડક સજા કરવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું કે આ યુદ્ધમાં મહિલાઓ અને બાળકો સહિત સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે “અમે ક્યારેય ભૂલીશું નહીં અને અમે આ યુદ્ધમાં સામેલ લોકોને માફ કરીશું નહીં”.



યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક સંબોધનમાં કહ્યું હતું કે, “આ એક હત્યા છે, અને ઇરાદાપૂર્વકની હત્યા છે.” તેમણે સોમવારે વધુ તોપમારો કરવાની ચેતવણી આપી હતી. “અમે માફ નહીં કરીએ, અમે ભૂલીશું નહીં, અમે તે બધાને સજા કરીશું જેમણે અમારી પોતાની ધરતી પર આ યુદ્ધમાં અત્યાચાર કર્યો છે.” તેમણે ઉમેર્યું હતું કે, “આ પૃથ્વી પર કબર સિવાય બીજી કોઈ શાંત જગ્યા નહીં હોય.”

રશિયાની સેનાએ આજે યુક્રેનના શહેરો પર હવાઈ, જમીન અને દરિયાઈ હુમલા કર્યા હતા. તેમણે ચેતવણી પણ આપી હતી કે, તેઓ યુક્રેનની રાજધાની કિવ પર હુમલાની તૈયારી કરી રહ્યા છે. ચારેબાજુથી ઘેરાયેલા મારિયુપોલમાં ગભરાયેલા લોકો લડાઈને કારણે બીજા દિવસે પણ બહાર નીકળવામાં નિષ્ફળ રહ્યા હતા. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને કહ્યું કે અમેરિકાએ યુક્રેનમાં નાગરિકો પર જાણી જોઈને હુમલા કરવાના ખૂબ જ વિશ્વસનીય અહેવાલો જોયા છે.



આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવા છતાં યુક્રેન પર રશિયાના ચાલી રહેલા હુમલાઓની કોઈ અસર થઈ નથી અને અમેરિકાએ કહ્યું હતું કે તે હવે રશિયાથી આવતા તેલ પ્રતિબંધો લાદવા માટે યુરોપા દેશો સાથે ચર્ચા કરી રહ્યું છે. નાટોના સભ્ય દેશોએ યુક્રેનની નો-ફ્લાય ઝોન અપીલને અત્યાર સુધી નકારી કાઢી છે, એમ અમેરિકાના એક વરિષ્ઠ સેનેટર માર્કો રુબિયોએ રવિવારે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે આ પગલું પરમાણુ શસ્ત્રોથી સજ્જ રશિયા સામે “ત્રીજું વિશ્વ યુદ્ધ” શરૂ કરી શકે છે.

- Advertisement -

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધમકી આપી છે કે જો નો-ફ્લાય ઝોન લાગુ કરવામાં આવે તો “માત્ર યુરોપ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે વિશાળ અને વિનાશક પરિણામો” આવશે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular