Wednesday, July 1, 2026
HomeGeneralતેણે યુવતીના ગળા ઉપર છરી મુકી અને જંગલમાં ખેંચી ગયોઃ વલસાડના SPએ...

તેણે યુવતીના ગળા ઉપર છરી મુકી અને જંગલમાં ખેંચી ગયોઃ વલસાડના SPએ 150 પોલીસ સ્ટાફ સાથે આ રીતે પાર પાડયુ દીલધડક ઓપરેશન

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. વલસાડ): બે દિવસ પહેલા વલસાડના પોલીસ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાજદિપસિંહ ઝાલા પોતાની ઓફિસમાં હતા ત્યારે તેમને પારડી પોલીસ તરફથી સંદેશો મળ્યો કે પારડી પાસે આવેલા પરીયા ગામમાંથી એક યુવક તેના જ મામાની સગીર દિકરીને ગળા ઉપર છરી મુકી તેને જંગલમાં ખેંચી ગયો છે, ડીએસપી ઝાલાએ તરત પોતાના સ્ટાફને માહિતી એકત્ર કરવાની સુચના આપી તો જાણકારી મળી કે પરીયા ગામનો સુનીલ પટેલ અનેક પ્રકારની માનસીક બીમારીથી પીડાય છે, તેણે અગાઉ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેણે અગાઉ અનેક વખત પોતાના પરિવારના સભ્યો ઉપર હુમલો કર્યો હતો પરંતુ પોલીસે આ મામલે પોલીસને જાણ કરી ન્હોતી, સુનીલ પોતાની મામાની દિકરી સાથે લગ્ન કરવા માગતો હતો, પહેલા તો દિકરી સગીરા હતી અને સુનીલની હાલત જોતા તેઓ પોતાની દિકરી આપવા તૈયાર ન્હોતા



આથી ગુસ્સે ભરાયેલો સુનીલ બપોરના એક વાગે હાથમાં કુહાડી અને ચાકુ સાથે પોતાના મામાના ઘરમાં ઘુસી આવ્યો અને તેણે જે સામે મળે તેની ઉપર કુહાડીથી હુમલો કરવાની શરૂઆત કરી અને મામાની દિકરીના ગળા ઉપર ચાકુ મુકી તે તેને જંગલ તરફ લઈ ભાગ્યો છે, આ જાણકારી ગ્રામજનો દ્વારા મળતા પારડી પોલીસ સ્ટેશનમાં હાજર હતો તે સ્ટાફ ગ્રામજનો સાથે પરીયાના જંગલોમાં પહોંચી, ગીચ અને ઉબડખાબડ જંગલોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યો, થોડાક કલાક પછી સુનીલ કયાં છે તે પોલીસે શોધી કાઢયુ પણ તેણે પોલીસને ધમકી આપી કે જો તેઓ નજીક આવશે તો તે છોકરીને મારી નાખશે, તાજેતરમાં જ સુરતમાં ગ્રીષ્માની જે ઘટના ઘ઼ટી તેના કારણે પોલીસ કોઈ ચુક કરવા માગતી ન્હોતી,

પોલીસે પરીયા ગામના સકપંચને મધ્યસ્થ બનાવી સંવાદ શરૂ કર્યો, તે સુનીલે દરખાસ્ત મુકી કે જો તેના લગ્ન કરાવી આપવા ગામ તૈયાર હોય તો તે દીકરીને કોઈ નુકશાન પહોંચાડશે નહીં, સુનીલની મદદમાં તેને એખ સગીર વયનો મિત્ર પણ હતો, તે ચારે તરફ નજર રાખી રહ્યો હતો, આ માહિતી મળતા વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાએ એક યોજના બનાવી તેમણે પોતાની સાથે રહેલા પોલીસ ઈન્સપેકટર વી બી બારડને લગ્ન નોંધણી અધિકારી બનાવી જંગલમાં જવાનો નિર્ણય કર્યો આ ઉપરાંત પોલીસ ઈન્સપેકટર જે.એન.ગોસ્વામીને પોતાની ટીમમાં સામેલ કર્યો, પરંતુ સુનીલ ચાલાક હોવાની સાથે જંગલની ભુગોળથી સારી રીતે વાકેફ હતો હતો જેના કારણે તે થોડા થોડા સમયે સ્થળ બદલી નાખતો હતો, ડીએસપી રાજદિપસિંહ ઝાલાએ 150 કરતા વધુ પોલીસ અને પચાસ કરતા વધુ ગ્રામજનો અને 50 બાઈક સવારો સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ પરંતુ ગીચ જંગલમાં કોઈ પત્તે લાગતો ન્હોતો



જેના કારણે પોલીસે ડ્રોન ઉડાડી સુનીલ અને તેની સાથે રહેલી છોકરીને શોધવાની કામગીરી કરી પણ કોઈ પત્તો લાગ્યો નહીં, આમ કરતા કરતા રાત પડી ગઈ, પોલીસે જંગલને તો ચાર ટીમો બનાવી ઘેરી રાખ્યુ હતું પણ છોકરીને સલામત રીતે બહાર કાઢવી તેમની પ્રાથમિકતા હતી. પોલીસે સર્ચ લાઈટો મંગાવી અને સતત સર્ચ લાઈટો ચાલુ રાખી જેથી જંગલોમં રહેલો સુનીલ અંધારાનો લાભ લઈ જંગલ છોડી શકે નહીં નાઈટ વીઝન ડ્રોનની પણ મદદ લેવામાં આવી, આખી રાત ઓપરેશનને કારણે પોલીસને અંદાજ આવી ગયો કે સુનીલ, તેનો સાથી અને છોકરી જંગલના આંબાવાડીમાં છે, પોલીસ વહેલી સવાર થતાં પોલીસે આંબાવાડીને ઘેરી લીધી આખી રાત પોલીસને ઘેરીબંધીથી કંટાળેલા સુનીલે છોકરીને પોલીસ તરફ મોકલી અને તે પોતાના સાથી સાથે ત્યાં ફરાર થયો, છોકરી સલામત રીતે પોતાની સુધી પહોંચી જતાં પોલીસે હાશકારોનો શ્વાસ લીધો હતો.

- Advertisement -

રાજદિપસિંહ ઝાલાએ છોકરીને સારવાર માટે હોસ્પિટલ મોકલી જંગલામાં ભાગી રહેલા સુનીલ અને તેના સાથીને શોધવા ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ સોમવારની વહેલી સવારે વલસાડ પોલીસને સુનીલ અને તેના સાથીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular