Wednesday, July 1, 2026
HomeGeneralઅમદાવાદ: રસ્તા પર ચાલતી જતી મહિલા પર બાઇક સવારે એસિડ ફેક્યું

અમદાવાદ: રસ્તા પર ચાલતી જતી મહિલા પર બાઇક સવારે એસિડ ફેક્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં મહિલા પર એસિડ એટેકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘાટલોડીયા વિસ્તારમાં યુવતીના મોઢા પર એડિસ એટેક કરવામાં આવ્યો છે. જો કે એસિડ નાખ્યા બાદ બાઇક સવાર યુવક ફરાર થઈ ગયો હતો. અમદાવાદમાં ધોળા દિવસે મહિલા સાથે આ પ્રકારની ઘટના બનતા મહિલા સુરક્ષા અંગે અનેક પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે.



પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં ટેલિફોન એકસેન્જ નજીક એક મહિલા પસાર થઈ રહી હતી. તે દરમિયાન બાઇક પર આવેલા શિવા નાયકનામના શખ્સે એસિડ એટેક કર્યો હતો. એસિડ એટેક કર્યા બાદ બાઇક સવાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

એસિડ એટેકના કારણે મહિલાને ગંભીર ઇજા પહોંચતા મહિલાને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી છે. યુવકે કયાં કારણથી મહિલા પર એસિડ ફેક્યું હતું તે હજી સુધી સામે આવ્યું નથી. પોલીસે ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું નિવેદન નોંધવા સહિત વધુ કાર્યવાહી હાથ ધરી છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular