નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયા દ્વારા યુક્રેન ઉપર છેલ્લા 8 દિવસથી લશ્કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં રશિયાએ યુક્રેનના ઘણા વિસ્તારો પર કબજો કરી લીધો છે, અને કેટલીક જગ્યાએ યુક્રેન રશિયાને હંફાવી રહ્યું છે. આ યુદ્ધના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જે વિચલિત કરી દે તેવા છે. રશિયન સેના દ્વારા યુક્રેનના મોટા શહેરોમાં અલગ અલગ સ્થળોએ મિસાઇલ, બોમ્બ અને ટેન્ક દ્વારા હાહાકાર મચાવ્યો છે. રશિયાના આ હુમલામાં યુક્રેનની સ્થિતિ દાયનીય બની છે, ઘણી ઇમારતો નષ્ટ થઈ ગઈ અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ચેર્નિવ ઑઈલ ડેપોમાં બોમ્બીંગ થવાના કારણે ડેપોને નુકશાન થયું હતું જેનો એક વિડીયો વાયરલ થયો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે બોમ્બમારા બાદ ડેપોની શું હાલત થઈ અને કેવી રીતે ત્યાં આગ ભભૂકી ઉઠી અને ડેપો સળગી ઉઠ્યો. ડેપોની આસપાસ રહેલા લોકો આ દૃશ્ય અને આકાશમાં કળા ધૂમદના વાદળો જોઈને ભયભીત થઈ ગયા હતા.
Oil depot in #Chernihiv on fire after being hit during shelling. pic.twitter.com/OEnSHTsv1q
— NEXTA (@nexta_tv) March 3, 2022
યુક્રેનના ઇરપીન શહેરની પણ આવી જ કઈક હાલત છે. રશિયન સેનાના હુમલાના કારણે ઇરપીન શહેરની મોટી મોટી ઇમારતો તોડી પાડવામાં આવી છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે ભાઈના માહોલ વચ્ચે શહેર કેવું ભેંકાર થઈ ગયું છે.
#Irpin, #Ukraine. pic.twitter.com/PzR6G9fv5B
— NEXTA (@nexta_tv) March 3, 2022
રશિયન સેના મેડિકલ વાહનનો ઉપયોગ કરીને દારૂગોળાની હેરફેર કરે છે તેવા પણ આક્ષેપો લાગવાવમાં આવી રહ્યા છે. એક કથિત વિડિયોમાં જોઈ શકાય છે કે એક ટ્રક ઉપર મેડિકલ વાહનનું ચિન્હ છે તેમજ એક ક્રોસનું પણ નિશાન છે, પરંતુ આ ટ્રકની અંદર દવાની જગ્યાએ દારૂગોળો છે.
#Putin's occupiers use medical vehicles to transport ammunition. pic.twitter.com/nnVJCsZK9B
— NEXTA (@nexta_tv) March 3, 2022
રશિયા અને યુક્રેનની સરહદની નજીક આવેલું ખાર્કિવ શહેર અત્યારે શશિય હુમલાના કારણે સાસુથી વધારે જોખમમાં છે. ગઈ કાલે ભારતીય દૂતાવાસ દ્વારા ખાર્કિવમાં રહેતા ભારતીય નાગરિકોને કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક શહેર છોડવાની સલાહ આપી હતી. યુક્રેનના ખાર્કિવમાં રશિયન બોમ્બીંગનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે રશિયન સેનાએ બોમ્બ ફેંકીને ઇમારતને નેસ્તોનાબુદ કરી દીધી હતી. આ વિડિયોની ઉપર લખ્યું છે કે આ ઇમારત ખાર્કિવની શાળા નંબર 134 છે.
Destroyed 134th school in #Kharkiv, shelled by #Putin's occupants. pic.twitter.com/6zSfPwsys4
— NEXTA (@nexta_tv) March 3, 2022
પત્રકાર રાગીપ સોયલુ દ્વારા ટ્વિટર પર શેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બોરડિયાન્કા ગામની હાલત ગંભીર છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે હુમલાના કારણે ગામ તબાહ થઈ ગયું છે અને સ્મશાનભૂમીની માફક ગમગીની છવાયેલી છે.
Russian attacks left a destroyed village, Borodianka, in the Kyiv oblast pic.twitter.com/QsaWrHWOdQ
— Ragıp Soylu (@ragipsoylu) March 2, 2022
ઉપરના તમામ વીડિયો નેકસ્ટા મીડિયા દ્વારા ટ્વિટર પર શેર કરી માહિતી આપવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












