નવજીવન ન્યૂઝ. ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમા આવેલા ભુરાવાવ વિસ્તારથી દરૂણીયા ચોકડી સુધીના વિસ્તારમા આવેલા કાચા પાકા દબાણો ઉપર વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર ફેરવામા આવ્યુ હતુ. તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓની ટીમ પોલીસ કાફલા સાથે દબાણોવાળા વિસ્તારમાં જઈને જેસીબી મશીન વડે દબાણોને દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. તંત્ર દ્વારા આગામી સમયમાં તબ્બકાવાર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાશે
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાથી અમદાવાદ તરફ જતા માર્ગની આસપાસ કરવામા આવેલા સરકારી જમીન પરના દબાણો હટાવાની ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમા ૧૫થી વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા. આ દબાણ દુર કરવાની કામગીરીમાં ગોધરા પ્રાન્ત અધિકારી, મામલતદાર, ગોધરા નગરપાલિકાના ચીફ ઓફીસર, મહેસુલ વિભાગ, માર્ગમકાન વિભાગ, સીટી, સર્વે સહીતની ટીમો જોડાઈ હતી. કોઈ અનિચ્છીય બનાવના બને તે માટે ડીવાયએસપી સહીત મોટી સંખ્યામાં પોલીસકાફલો ખડકી દેવામાં આવ્યો હતો. દબાણ હટાવાની કામગીરી હાથ ધરાઈ હતી. તંત્ર દ્વારા ગોધરા શહેરમાં રોડની આસપાસ નડતરરૂપ અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે દર ગુરુવારે દબાણો હટાવાની ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે મહેસુલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ મહિના પહેલા ગોધરાની મુલાકાત દરમિયાન ભુરાવાવ રોડની આગળના વિસ્તારમાં ભંગાર હાલતમા પડી રહેલી ગાડીઓ તેમજ ગંદકીને લઈને અસ્વચ્છતા, તેમજ આવા જવાના રસ્તાને નડતરરૂપ દબાણો દૂર કરી સ્વચ્છ બનાવીને જગ્યા ખૂલ્લી કરવા માટે તંત્રના અધિકારીઓને સુચના આપી હતી. સાથે સરકારી જમીન પર લેન્ડ ગ્રેબીઁગ કરનારા સામે પગલા લેવા જણાવ્યું હતું. આખરે તંત્રએ મોડામોડા પણ નડતરરૂપ દબાણો હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દર ગૂરૂવારે દબાણ હટાવાની ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે: પ્રાન્ત અધિકારી એન.બી.રાજપૂત

પ્રાંત અધિકારી એન.બી.રાજપૂતે આ અંગે જણાવ્યું હતું કે ટ્રાફિક સહિતની સમસ્યાઓ નિવારવા માટે શહેરનાં દરેક વિસ્તારમાં આ પ્રકારનાં દબાણોને તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે. દૂર કરાયેલા દબાણો ફરી કરવામાં ન આવે તે માટે રેઈલિંગ સહિતનાં વિકલ્પો અંગેનું આયોજન વિચારણા હેઠળ છે. દર ગુરૂવારે શહેરમાં વિવિધ વિભાગોને સાથે રાખીને આ પ્રકારની ડ્રાઈવ હાથ ધરાશે, જેથી શહેરને દબાણમુક્ત કરી શકાય. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામો કરનારા, કબજો કરનારા તેમજ દબાણ કરનાર વ્યક્તિઓ પર જરૂર પડ્યે લેન્ડગ્રેબિંગ સહિતના લાગુ પડતા કાયદાઓ હેઠળ પગલા લેવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












