જય અમીન (નવજીવન ન્યૂઝ.ભિલોડા): રશિયા અને યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિને લઇ ભારતીયો વતન તરફ પરત ફરી રહ્યા છે. જેમાં અરવલ્લી જિલ્લાના નવ છાત્રોનો સમાવેશ થાય છે. નવમાંથી હાલ ભિલોડા અને નાંદોજના વિદ્યાર્થીઓ હેમ ખેમ પરત ફરતા તમેના પરિવારમાં ઉત્સવ જેવા માહોલ સર્જાયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કેટલાય ભારતીયો ફસાયા હતા, જેઓને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ગંગા હેઠળ વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ભાવેશ વણઝારાએ જણાવ્યું કે, ત્યાંથી નિકળવું ખૂબ જ મુશ્કેલ હતું, પ્રથમ દિવસે પહેલી ચેક પોસ્ટ પહેલા તમામ વિદ્યાર્થીઓને ચાળીસ કિલો મિટર દૂર ઉતારવામાં આવ્યા હતા, જ્યાં તાપમાન માઈનસ 15 ડિગ્રી હતી, જ્યાં રાત્રિ રોકાણ ના છૂટકે કરવું પડ્યું હતું. ચારથી પાંચ દિવસના સંઘર્ષ બાદ ભાવેશ સહિતના વિદ્યાર્થીઓ યુક્રેન બોર્ડર પાસ કરવામાં સફળ રહ્યા અને ત્યારબાદ પોલેન્ડ પહોંચ્યા હતા. પોલેન્ડ પહોંચતાની સાથે ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓએ તમામ વિદ્યાર્થીઓને પીક અપ કર્યા હતા, અને ત્યારબાદ જમવા સહિતની વ્યવસ્થા આ તમામ વિદ્યાર્થીઓને કરી હતી. ત્યારબાદ એરપોર્ટ સુધી લઇ જવાની વ્યવસ્થા કરી અને ત્યાંથી ઇન્ડિયન એમ્બેસી દ્વારા ભારત સરકારના ઓપરેશન ગંગા હેઠળ દિલ્હી લવાયા હતા.
ભાવેશ વણઝારાએ જણાવ્યું કે, યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને પગલે ત્યાંની સરકાર દ્વારા કોઇ જ મદદ નહોતી મળી પણ યુક્રેનથી પોલેન્ડ પહોંચતા પોલેન્ડ સરકાર દ્વારા તેઓને ઘણી જ મદદ મળી હતી. રશીયા અને યુક્રેન વચ્ચે હાલ યુદ્વ ચાલી રહ્યુ હોવાથી ભારતના હજારો નાગરિકો યુદ્વગ્રસ્ત વિસ્તારમાં ફસાયા છે. ભારત સરકાર તરફથી ઓપરેશન ગંગા ચલાવી તમામ નાગરિકોને પરત લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેનાભાગ રૂપે ગત રોજ ગુજરાતના ૧૦૭ વિદ્યાર્થીઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા પરિવારજનો એ હાશકારો અનુભવ્યો હતો. અરવલ્લી જિલ્લાના ૨ વિદ્યાર્થીઓ ગતરોજ યુક્રેનથી પરત ફર્યા હતા. જેમાં ભિલોડાનો ભાવેશ વણજારાનો સમાવેશ થાય છે. ભાવેશ હેમખેમ પરત ફરતા તેના માતા પિતા તેમજ પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
યુક્રેનથી પરત ફરેલા ભિલોડાના નાંદોજના યુવકની વ્યથા, -15 ડિગ્રીમાં 40 કિ.મી. ચાલ્યા, પોલેન્ડ સરકારની ઘણી મદદ મળી pic.twitter.com/nZZTc6AZYW
— Navajivan News (@NavajivanNews) March 3, 2022
![]() |
![]() |
![]() |











