Wednesday, July 1, 2026
HomeGeneralયુક્રેન પછી રશિયા પરમાણુ યુદ્ધ અંગે વિચારણા કરશે? રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું...

યુક્રેન પછી રશિયા પરમાણુ યુદ્ધ અંગે વિચારણા કરશે? રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે પશ્ચિમી દેશના નેતાઓ પર પરમાણુ યુદ્ધની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાના એક અઠવાડિયા બાદ આ નિવેદન આવ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે રશિયન અને વિદેશી મીડિયાને આપેલા ઓનલાઈન ઈન્ટરવ્યુમાં કહ્યું કે, “એ સ્પષ્ટ છે કે ત્રીજું વિશ્વયુદ્ધ માત્ર પરમાણુ હથિયારોથી જ લડવામાં આવશે.” તેમણે કહ્યું કે, “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, પરમાણુ યુદ્ધનો વિચાર સતત રશિયનોના મનમાં નહીં પરંતુ પશ્ચિમી દેશોના નેતાઓના મનમાં ફરી રહ્યો છે. તેથી હું તમને ખાતરી આપું છું કે અમે કોઈ પણ ઉશ્કેરણીમાં અમારું સંતુલન બગાડવા દઈશું નહીં.”



- Advertisement -

રવિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના પરમાણુ દળોને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો હતો. રશિયન રાષ્ટ્રપતિ પુતિને પશ્ચિમ પર “નોન-સ્ટોપ” પગલાં લેવાનો આરોપ લગાવ્યો હતો. રશિયા પાસે વિશ્વમાં પરમાણુ શસ્ત્રોનો સૌથી મોટો શસ્ત્રાગાર છે અને તેની પાસે ઘણી બધી બેલિસ્ટિક મિસાઇલો છે. તે રશિયાની ડિફેન્સીવ સિસ્ટમમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

થોડા દિવસ પહેલા ફ્રાંસના વિદેશ મંત્રી જીન યેવ્સ લે દારિયાને કહ્યું હતું કે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યા છે, ત્યારે તેમણે એ સમજવાની જરૂર છે કે નાટો પણ પરમાણુ ગઠબંધન છે. પુતિનની ધમકીઓ યુક્રેન સંઘર્ષમાં અણુશસ્ત્રોના ઉપયોગ સામેના ખતરા સમાન છે કે કેમ તે અંગે પૂછવામાં આવ્યું હતું કે શું પુતિનની ધમકીઓ “તમે તમારા ઇતિહાસમાં ક્યારેય સામનો ન કર્યો હોય તેવા પરિણામો” જેવી જ છે?

આ સાથે જ યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે રશિયાના મિત્ર બેલારુસે પણ બંધારણીય લોકમત યોજીને પોતાનો બિનઆણ્વિક દરજ્જો ખતમ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આનાથી રશિયન પરમાણુ શસ્ત્રોને તેના ક્ષેત્રમાં મૂકવાની મંજૂરી મળી શકે છે. આ સાથે જ હવે રશિયા પોતાના પરમાણુ હથિયારો બેલારુસમાં રાખીને યુક્રેન પર પણ હવે દબાણ કરશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular