Tuesday, June 30, 2026
HomeGeneralકોઈના જીવનમાં સારૂ કરવા માટે ખુબ હોવુ જરૂરી નથીઃ અમદાવાદના એક કોન્સટેબલે એવું...

કોઈના જીવનમાં સારૂ કરવા માટે ખુબ હોવુ જરૂરી નથીઃ અમદાવાદના એક કોન્સટેબલે એવું કામ કર્યુ કે સાંભળીને તમે સેલ્યુટ કરશો

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): વાત 2006ની છે, અમદાવાદ પોલીસમાં 1999માં પોલીસ કોન્સટેબલ તરીકે ભરતી થયેલા હિતેન્દ્રસિંહ અમદાવાદના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેમની પાસે એક મહિલાની અરજી આવી તેમા આરોપ હતો કે તેનો પતિ તેને ત્રાસ આપે છે, એટલે મહિલાના પતિને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો મહિલાના પતિ પોતાના બે બાળકોને લઈ પોલીસ સ્ટેશન આવ્યો એક બાળકની ઉમંર આશરે 10 અને બીજાની હતી તે 13 વર્ષ મહિલાના પતિને તેની સામેના આરોપ કહેવામાં આવ્યા પણ તેનો પક્ષ સાંભળી હિતેન્દ્રસિંહની પોલીસ તરીકેની પારખુ નજર સમજી ગઈ છે પતિ સામેનો આરોપ ખોટો છે, પણ મામલો પતિ-પત્નીનો હતો પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરે તો મોટા ભાગના કિસ્સામાં સંસાર તુટી જતો હોય છે, કોન્સટેબલ હિતેન્દ્રસિંહે મહિલાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ફરી તેમની પાટેથી ઉતરી ગયેલી ગાડી પાટા ઉપર આવે તે દિશામાં પ્રયત્ન શરૂ કર્યા.



હિતેન્દ્રસિંહને રોજબરોજ પોલીસ સ્ટેશન આવતા દંપત્તીના સંવાદ ઉપર ખ્યાલ આવી ગયો હતો કે મહિલાને અન્ય કોઈ સાથે સંબંધ છે, અને તે પોતાના પતિ અને બાળકોને છોડી અન્ય સાથે રહેવા માગે છે, આમ છતાં ભુતકાળનો અંત આવી એક નવી જીંદગી શરૂ થાય તે માટે હિતેન્દ્રસિંહ પ્રયત્નમાં હતા, દિવાળીનો તહેવાર હતો, હિતેન્દ્રસિંહ રજા લઈ પોતાના ગામ વીછીયા ગયા હતા, ત્યારે પેલી મહિલાના મોટા દિકરાનો ફોન આવ્યો તેને આપણે પ્રકાશ કહીશુ, પ્રકાશે કહ્યુ અંકલ મારી મમ્મી ભાગી ગઈ છે, હિતેન્દ્રિસિંહને જે ડર હતો તેવુ જ થયુ, તેમણે પ્રકાશને આશ્વાસન આપતા કહ્યુ બેટા હું રજા ઉપર આવ્યો છુ પાછો આવી તારી મમ્મીને શોધીશુ, પ્રકાશ ખુબ નાનો હતો, તેને સમજ પડતી ન્હોતી તેણે કહ્યુ પણ અંકલ મમ્મી નથી તો અમે દિવાળી કોની સાથે મનાવીશુ, હિતેન્દ્રસિંહને આવા કોઈ પ્રશ્નની અપેક્ષા ન્હોતી.

એક ક્ષણનો વિચાર કરી હિતેન્દ્રસિંહે કહ્યુ તારા પપ્પા કયાંથી પ્રકાશે પોતાના પપ્પાને ફોન આપ્યો તે પણ ખુબ દુખી હતા, આ પરિવાર ઉત્તર પ્રદેશનો હતો ગુજરાતમાં તેમનું કોઈ સગા પણ ન્હોતો જે તેમમને હુંફ આપી શકે, હિતેન્દ્રસિંહે પ્રકાશના પપ્પાને કહ્યુ હમણાં કોઈ પણ વિચાર કર્યા વગર તમે મારા ગામ આવી જાવ હું તમને હાઈવે ઉપર લેવા આવુ છુ આપણે દિવાળી સાથે કરીશુ, પ્રકાશ પોતાના પપ્પા અને ભાઈ સાથે હિતેન્દ્રસિંહના ગામ પહોંચ્યો, પ્રકાશના પરિવારે દિવાળી હિતેન્દ્રસિંહના ઘરે જ કરી, એક સપ્તાહ બાદ પાછા ફરતી વખતે પ્રકાશે કહ્યુ અંકલ મારે અને મારા ભાઈને સ્કુલમાં ભણવુ છે, પણ પપ્પા પાસે ફિ ભરવાના પૈસા નથી, હેતેન્દ્રસિંહે જયારે પ્રકાશના પપ્પાને ફિ અંગે પુછયુ તો ખબર પડી વર્ષની બાર હજાર ફિ છે, હિતેન્દ્રસિંહનો પગાર ત્યારે માસીક 5200 રૂપિયા હતો, છતાં તેમણે પ્રકાશને કહ્યુ તુ સ્કુલે જઈશ પ્રકાશની ફિ ભરવાની તેમણે શરૂઆત કરી તેના ભાઈની ફિ માટે એક મિત્રની મદદ લીધી.



પ્રકાશની જતી રહેલી મમ્મી તો કયારેય પાછી આવી નહીં, પણ પ્રકાશના પરિવારનો હિતેન્દ્રસિંહ અકસ્માતે હિસ્સો બની ગયા. પ્રકાશ ખુબ ભણ્યો 2021માં તેણે યુપીએસસીની પરિક્ષા પાસ કરી અને તેને ઈન્ડીયન રેલવે સર્વીસમાં સ્થાન મળ્યુ, રેલવે સર્વીસની નોકરી સ્વીકારતા પહેલા પ્રકાશ અમદાવાદ આવ્યો હાલમાં હિતેન્દ્રિસિંહ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં હેડકોન્સટેબલ તરીકે કાર્યરત છે સુટબુટમાં આવેલા પ્રકાશો પોલીસ સ્ટેશનમાં હિતેન્દ્રસિંહના ચરણ સ્પર્શ કર્યા ત્યારે પોલીસ સ્ટેશનનો સ્ટાફ દંગ રહી ગયો, પણ હિતેન્દ્રસિંહની આંખો પોતાના આંસુ રોકી શકી નહીં, હિતેન્દ્રસિંહ પાસે પ્રકાશ યુપીએસની કચેરી બહાર ઉભો હોય તેવો એક ફોટો પોતાના મોબાઈલમાં છે, તે પ્રકાશની વાત કરતા હોય ત્યારે જાણે પોતાના જ સંતાનની વાત કરતા હોય તેવુ ગૌરવ જળકે છે.

- Advertisement -

હિતેન્દ્રસિંહની સફર જોઈ લાગે છે કે કોઈના જીવનમાં સારૂ કરવા માટે આપણી પાસે ખુબ હોવુ અથવા મદદ કરવા માટો મોટા માણસ હોવુ જરૂરી નથી બસ ઈશ્વર આપણને સારૂ કરવાનું સુજાડે તેવી જ પ્રાર્થના હોવી જોઈએ.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular