Tuesday, June 30, 2026
HomeGujaratમહાશિવરાત્રી પર્વમાં દેશમાં સૌથી મોટી જ્યોત: સાબરકાંઠાના સુપ્રસિદ્ધ કંટાળેશ્વર હનુમાન મંદિરમાં વિશ્વની...

મહાશિવરાત્રી પર્વમાં દેશમાં સૌથી મોટી જ્યોત: સાબરકાંઠાના સુપ્રસિદ્ધ કંટાળેશ્વર હનુમાન મંદિરમાં વિશ્વની શાંતિ માટે પ્રગટાવી

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ.સાબરકાંઠા): અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં મહા શિવરાત્રી પર્વની ભક્તિમાં શિવ ભક્તો લીન બન્યા હતા. જિલ્લાના તમામ શિવાલયોમાં ભગવાન શિવના દર્શનાર્થે વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર દેશની સૌથી મોટી જ્યોત હિંમતનગરના બેરણાધામમાં છેલ્લા ૨૧ વર્ષથી પ્રગટાવવામાં આવે છે. આજે શિવરાત્રી નિમિત્તે ૩૦૦ કિલો ઘી સહિત ૨૫ કિલો કપાસની જ્યોત પ્રજલીત કરી મહાદેવ પાસે કોરોના મહામારી દૂર થાય અને યુક્રેન અને રશિયાનુ યુદ્ધ બંધ થાય તેવી પણ પ્રાર્થના કરાઈ હતી.



આજે શિવરાત્રીના તહેવાર નિમિત્તે હિંમતનગરના બેરણા ધામમાં ૧૦૦૮ શિવલિંગ જડીત ૫૧ ફુટ ઉંચી ભગવાન શિવની પ્રતિમાં બનાવવામાં આવી છે. આમ તો સમગ્ર દેશની સૌથી મોટી જ્યોત માનવામાં આવે છે જોકે આ જ્યોત સતત છેલ્લાં 21 વર્ષથી સતત જ્યોત પ્રગટાવવા મા આવે છે. ૨૫ કિલો કપાસ અને ૩૦૦ કિલો ઘીથી વિશ્વ શાંતિ માટે જ્યોત પ્રગટાવવામાં આવે છે. આમ તો વિશ્વશાંતિ માટે આ જ્યોત પ્રગટાવવામાં આવે છે જેમાં વિશ્વભરમાં કોરોનાનો કહેર દુર થાય અને ખાસ કરીને રશિયા અને યુક્રેન દેશો વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. તે બંધ થાય અને સમગ્ર વિશ્વ ભરમાં શાંતિ જળવાય તે માટે આ જ્યોત પ્રગટાવવામાં આવે છે. આમ તો દર વર્ષે અહિયા મોટી સંખ્યામાં ભક્તો શિવજીના જન્મ દિવસે આવતા હોય છે, તો જ્યોતના દર્શન કરી ધન્યતા પણ અનુભવતા હોય છે.


- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular