Tuesday, June 30, 2026
HomeGeneralમહાશિવરાત્રી પર દર્શન કરો વડોદરાના સુરસાગર પર બિરાજમાન સ્વેશ્વર મહાદેવનું મુખ સ્વર્ણજડિત...

મહાશિવરાત્રી પર દર્શન કરો વડોદરાના સુરસાગર પર બિરાજમાન સ્વેશ્વર મહાદેવનું મુખ સ્વર્ણજડિત કરાયું તે મૂર્તિના, Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરાની ઓળખ સમાન ઘણા સ્થાપત્યો છે જે પૈકીના સ્વર્ણેશ્વર મહાદેવની મૂર્તિ પણ છે જે વડોદરાના સુરસાગરના મધ્યમાં બિરાજમાન છે. આ મહાશિવરાત્રીના પર્વે આપ શિવજીના દર્શન કરી, પૂજા પાઠ સાથે ઉજવણી કરશો જ પરંતુ અહીં શિવજીની મૂર્તિને સ્વર્ણજડિત કરવાની કામગીરી કરાઈ રહી છે જે પૈકી હાલ મુખના ભાગનું કામ શરૂ થયું છે જે અહીં આપ વીડિયોમાં જોઈ શકશો. અત્યાર સુધી તેમના મુખના ભાગ પર લીલા રંગનો પડદો મુકવામાં આવ્યો હતો અને પછી કામ કરાઈ રહ્યું હતું. હવે તે પડદો દૂર કરી દેવાતા લોકો પણ સ્વર્ણ મૂર્તિના મુખના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિગતો એવી મળી રહી છે કે મહાશિવરાત્રીની આરતીમાં અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં હાજરી આપશે. ગાયકવાડી શાસન વખતે બનાવાયેલા અમૂલ્ય સ્થાપત્યો પૈકીના એક એવા સુરસાગર તળાવની મધ્યમાં શહેરની સૌથી મોટી શિવજીની પ્રતિમા મુકવામાં આવી છે. હવે તેના પર સોનાનું આવરણ ચઢાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સત્યમ શિવમ્ સુંદરમ સિમિતિ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. આ કાર્ય માટે સોનાનું દાન દેશ દુનિયામાંથી આવ્યું છે. મંગળવારે મહાશિવરાત્રીનો પર્વ છે. જે પહેલા અહીં કામગીરી વખતે લગાવવામાં આવેલો લીલા રંગનો પડદો હટાવી લેવામાં આવ્યો છે.

- Advertisement -



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular