નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં અવાર-નવાર લાંચિયાબાબુઓ એસીબીની ચપેટમાં આવતા હોય છે. ત્યારે આજે સુરતમાં વધુ બે સરકારી અધિકારી એસીબીના સકંજામાં આવ્યા છે. સુરત ડીજીવીસીએલના વર્ગ 1 અને વર્ગ 3ના કર્મચારી 35 હજારની લાંચ લેતા એસીબીની હાથે ઝડપાઇ ગયા છે. એસીબીએ આ બંને કર્મચારી અને એક ખાનગી વ્યક્તિ કુલ 3ને ડિટેઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીયાદીની ઓફીસમાં લાઇટબીલ ભર્યું ન હોવાથી DGVCL યોગીચોક સબ ડીવિઝન કચેરીના અધિકારીઓ ઓફીસમાંથી મીટરપેટી કાઢીને લઇ ગયા હતા. જે મીટરપેટી ફરીથી લગાવી આપી લાઇટ ચાલુ કરી આપવા માટે યોગીચોક સબ ડીવીઝન વર્ગ-૧ નાયબ ઇજનેર મિતેશકુમાર હરીશચંદ્ર પસ્તાગીયાએ ફરિયાદી પાસે ૩૫ હજારની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ વર્ગ-3ના ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ યોગેશભાઇ લીમજીભાઇ પટેલને આપવા જણાવ્યું હતું.
આ લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદીની ફરિયાદના આધારે સ્વસ્તિક પ્લાઝા શોપીંગ સેન્ટરમાં આવેલા અવધ મોબાઇલ દુકાનની સામે રોડ ઉપર લાંચનું છટકું ગોઠવયું હતું. તે દરમિયાન યોગેશએ લાંચની રકમ વિજયભાઇ ભીખાભાઇ પરમાર (ખાનગી વ્યકિત)ને આપવા જણાવ્યું હતું. વિજયએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ ૩૫ હજાર સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












