નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આજે શહેરી ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં 29000 જેટલા લાભાર્થીઓને અંદાજિત 3.68 કરોડના રકમની વિવિધ સહયો આપવામાં આવી હતી. આ ક્રયક્રમમાં રાજ્યના આરોગ્ય અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે સહિત પૂર્વ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે અહીં તેમની હાજરીમાં જ નવી ગાઈડલાઈન્સના ધજાગરા ઉડેલા જોવાયા હતા.

શહેરી ગરીબ કલ્યાણ મેળો ટાગોર હોલમાં યોજાયો હતો. મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ શહેરી ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાકીય લાભ મેળવીને લાભાન્વિત થનારા તમામ દીન ભગીની-બંધુઓને સહાયનો અસરકારક ઉપયોગ કરીને પગભર થઇ આત્મનિર્ભર બનવા માટે આહવાન કર્યું હતું. અમદાવાદ શહેરી ગરીબ કલ્યાણ મેળામાં ૨૯૦૦ જેટલા લાભાર્થીઓને અંદાજીત ૩.૬૮ કરોડના રકમની વિવિધ સહાય હાથો હાથ આપવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળાના ૧૨માં તબક્કાનો પ્રારંભ થયો છે. અત્યાર સુધીમાં ૧૫૩૦ જેટલા ગરીબ કલ્યાણ મેળામાં ૧.૪૭ કરોડ લાભાર્થીઓ ૨૬ કરોડની રકમ ના લાભો મેળવીને સશક્ત બન્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવી પહોંચ્યા હતા. જેથી હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. લોકોને બેસવાની જગ્યા ન મળતા સીડી પર બેસી ગયા હતા. અંતે હોલમાં દાખલ થવાની એન્ટ્રી બંધ કરવાની ફરજ પડી હતી. ગઇકાલે જ રાજ્ય સરકારે નવી એસઓપી જાહેર કરીને જણાવ્યું હતું કે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ 50%ની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. આ એસઓપી જાહેર કર્યાના 24 કલાક પણ નથી થયા ત્યાં તો આજના સરકારી કાર્યક્રમમાં આ એસઓપી ગાઈડલાઇનને ઘોળીને પી ગયા.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












