નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેનની રાજધાની કિવ સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે યૂક્રેનમાં ઘણી અનિશ્ચિતતા છે. શાંતિ જાળવો અને તમે તમારા ઘરો, છાત્રાલયો અને માર્ગો પર જ્યાં છો ત્યાં સુરક્ષિત રહો. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે રાજધાની કિવ તરફ જઈ રહેલા ભારતીયોએ પોતાના શહેરોમાં ખાસ કરીને યૂક્રેનની પશ્ચિમી સીમા પર આવેલા સુરક્ષિત સ્થળો પર અસ્થાયી રૂપે પાછા ફરવું જોઈએ. ભારત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિ પર ભારત ચાંપતી નજર રાખી રહ્યું છે. સરકારનું ધ્યાન ભારતીયો અને ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા પર છે. વિદેશ મંત્રાલયના કંટ્રોલ રૂમનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, અને તેને 24×7 ધોરણે કાર્યરત કરવામાં આવ્યો છે, એટલે કે કંટ્રોલ રૂમ 24 કલાક કામ કરે છે.
આ પહેલા યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે દેશ છોડવા માટે કહ્યું હતું. ભારતીય દૂતાવાસનું આ સૂચન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયાએ પૂર્વી યુક્રેનના બે અશાંત પ્રદેશોની સ્વતંત્રતાને માન્યતા આપ્યા બાદ તણાવ વધ્યો હતો. યુક્રેનમાં તબીબી અભ્યાસ કરતી યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઇન અભ્યાસ અંગે ભારતીય વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે દૂતાવાસે જણાવ્યું હતું કે તે આ મામલે સંબંધિત ઓથોરિટીના સંપર્કમાં છે.
યુક્રેનમાં રશિયા સાથે તણાવને જોતા ભારત પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ભારતે યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકોને યુક્રેનને અસ્થાયી રૂપે છોડવાની સલાહ આપી હતી. ભારતનો આ નિર્ણય નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (નાટો) અને મોસ્કો વચ્ચે ઉયક્રેન સરહદ પર રશિયાની સૈનિકોની વધતી સંખ્યાને લઈને વધેલા તણાવ વચ્ચે આવ્યો છે. હવે ભારતીય વિદેશ મંત્રાલયે યુક્રેનમાં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. યુક્રેનમાં ભારતીય નાગરિકો અને તેમના પરિવારો કટોકટીની સ્થિતિમાં નીચે આપેલા નંબરો અને ઇમેઇલ્સ પર મદદ અને માહિતી મેળવી શકે છે. ભારતીય નાગરિકો યુક્રેન સંબંધિત માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800118797 કોલ કરી શકે છે. આ ઉપરાંત આ ફોન નંબર્સ પર પણ સંપર્ક કરી શકાય છે
1. +91 11 23012113/11. +91 11 23014104 / +91 11 23017905
2. ફેક્સ : +91 11 23088124
3. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો માટે એક ઇમેઇલ આઇડી પણ બનાવ્યું હતું, જેના પર યુક્રેન situationroom@mea.gov.in મદદ માટે સંદેશા મોકલી શકાય છે.
આ સિવાય યુક્રેનમાં ભારતીય દૂતાવાસે પણ 24 કલાક હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. આ સેવાનો સંપર્ક નીચેના નંબરો પર કરી શકાય છે.
+380 997300428
+380 997300483
E mail: cons1.kyiv@mea.gov.in
website: www.eoiukraine.gov.in
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












