Tuesday, June 30, 2026
HomeGeneralપતિ-પત્ની ઓર વોઃ અમદાવાદમાં ફિલ્મને પણ ટપી જાય તેવો કિસ્સો બન્યો

પતિ-પત્ની ઓર વોઃ અમદાવાદમાં ફિલ્મને પણ ટપી જાય તેવો કિસ્સો બન્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં પતિ-પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે. પતિનો ફોન અવાર-નવાર વ્યસ્ત આવતા પત્નીને કામમાં વ્યસ્ત હોવાનું કહેતો હતો. જો કે પત્નીને શંકા જતા સામે આવ્યું હતું કે પતિનું અન્ય સ્ત્રી સાથે પ્રેમપ્રકરણ ચાલતુ હોવાનું સામે આવ્યું હતું. પત્નીએ અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખવા પતિને ક્હયુ તો પત્નીને બ્લેકમેઈલ કરતો રહેતો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ તેના પતિ સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં યુવતીએ જણાવ્યું હતું કે તેના લગ્ન વર્ષ 2012માં થયા હતા. ત્યાર બાદ યુવતી તેના સાસુ-સસરા અને પતિ સાથે રહેતી હતી. ત્યાર બાદ યુવતીને બે સંતાન પણ હતા. બે વર્ષ અગાઉ પતિનો ફોન અવાર-નવાર વ્યસ્ત આવતો હતો. ઉપરાંત ફેક્ટરીએ મીટીંગના બહાને ઘરે મોડો આવતો હતો. જેથી પત્નીને શંકા જતા તપાસ કરતા અન્ય સ્ત્રી સાથે પ્રેમ પ્રકરણ હોવાનુ સામે આવ્યું હતું.

- Advertisement -



સમગ્ર પ્રેમપ્રકરણ બાબતે પત્નીએ પતિ સાથે વાત કરી સમજાવ્યો હતો અને પતિએ પણ સંબંધ મુકી દીઘું હોવાનું ક્હયું હતું. જો કે થોડા દિવસો બાદ ફરીથી પતિનો ફોન અવાર-નવાર વ્યસ્ત આવવા લાગ્યો ઉપરાંત ફેક્ટરીએ મીટીંગના બહાને અગાઉની જેમ બહાના કાઢતો હતો. જો કે પત્નીએ આ અંગે પતિ સાથે વાત કરતા પતિએ છુટાછેટા આપવાનું કહીને બ્લેકમેઈલ કરતો કે, હવે આ બાબતે કઈ પણ કહીશ તો પ્રમીકા સાથે દુબઈ જતો રહીશ. ત્યાર બાદ થોડાક દિવસ પછી પતિ પાસપોર્ટ અને અન્ય જરુરી સામાન લઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયો હતો. સમગ્ર બાબતે પત્ની અને તેના સસરાએ પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular