Monday, June 29, 2026
HomeGeneralરાજકોટઃ સ્ટાઈલ મારવા ફોર્ચ્યૂનર પાસે ઊભા રહી ભાજપ આગેવાનના ભત્રીજાએ કર્યું જાહેરમાં...

રાજકોટઃ સ્ટાઈલ મારવા ફોર્ચ્યૂનર પાસે ઊભા રહી ભાજપ આગેવાનના ભત્રીજાએ કર્યું જાહેરમાં ફાયરિંગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટ: રંગીલા રાજકોટમાં યુવાનો રોફ જમાવવા માટે થઈને અનેક અખતરા કરતાં હોય છે. ત્યારે ગઇકાલે રાજકોટમાં યુવાને રોફ જમાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. જો કે આ યુવાન ભાજપ આગેવાનનો ભત્રીજો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

રાજકોટમાં કાલાવડ રોડ આવેલી ધી વિલેજ હોટલના સામેના રોડ પાસે ફોર્ચુનર કાર પાસે ઊભા રહીને યુવાને હવામાં ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જો કે વીડિયો વાઇરલ થતાં યુનિવર્સિટી પોલીસ હરકતમાં આવી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -



વીડિયોમાં ફાયરિંગ કરનાર યુવક રમેશ ખીમણીયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ યુવાનની શોધખોળ માટે તેના ઘરે ગઈ હતી. પરંતુ ત્યાં તે મળી આવ્યો ન હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં ચર્ચાઇ રહ્યું છે કે આ યુવક ભાજપના આગેવાનનો ભત્રીજો છે અને આ વિસ્તારમાં હથિયાર સાથે રાખીને ફરતો હોય છે. ઉપરાંત વેપારીઓને પણ હેરાન કરી ત્રાસ આપતો હોવા છતાં તેની હરકતો સામે સૌ કોઈ મૌન ધારણ કરીને અવાજ ઉઠાવવાની હિંમત નથી કરી રહ્યા. જો કે આ યુવકને કાયદાનું ભાન કરવા માટે પોલીસ કાર્યવાહી કરે તેવી માગ ઉઠી રહી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular