Monday, June 29, 2026
HomeGeneralઅરવલ્લી: ટીંટોઈ PHCના મેડિકલ ઓફીસર પર આશા વર્કર બહેનોનો માનસિક ત્રાસનો આરોપ,...

અરવલ્લી: ટીંટોઈ PHCના મેડિકલ ઓફીસર પર આશા વર્કર બહેનોનો માનસિક ત્રાસનો આરોપ, MOએ કહ્યું ‘કામ ન કરવાના બહાના છે’

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ મોડાસા તાલુકાના ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર દ્વારા આશાવર્કર અને ફેસીલેટર બહેનો સામે ઉદ્ધતાઈ પૂર્વક વર્તણુંક કરવામાં આવતી હોવાની સાથે દાદાગીરી કરી થાય તે કરી લેવા જેવા જવાબો આપતા હોવાના આક્ષેપો થયા છે. ટીંટોઈ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મેડિકલ ઓફિસરની તાત્કાલીક બદલી કરવામાં આવેની માંગ કરી હતી. બીજી બાજુ ટીંટોઈ પીએચસીના મેડીકલ ઓફિસર ડૉ. કેતન તરાલે આશાવર્કર અને ફેસીલેટર બહેનોને કામ ન કરવું પડે તે માટે પાયા વિહોણા આક્ષેપ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -



ટીંટોઈ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, ટીંટોઈ પીએચસીના તબીબ ડૉ. કેતન તરાલ આશાવર્કર અને ફેસીલેટર બહેનો સામે તોછડાઈ ભર્યું વર્તન કરતા હોવાની સાથે દાદાગીરી ભર્યાં સૂરમાં તમારાથી થાય તે કરી લો તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, મારું શું કરી લેશો, તેમજ પગાર અંગે પૂછીએ તો પગાર નહીં થાય, તેમજ દાદાગીરી રીતે વર્તન કરતા હોવાથી તાત્કાલીક ધોરણે ડૉ. કેતન તરાલની બદલી કરી ન્યાયની માંગ કરી હતી. કોરાના જેવી મહામારીમાં પણ છેલ્લા બે વર્ષથી સતત આરોગ્ય લક્ષી કામગીરી કરી છે અને હાલ પણ આરોગ્ય વિભાગની કામગીરી બખુબી નિભાવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -

ટીંટોઈ PHC ના MO ડૉ. કેતન તરાલના જણાવ્યા અનુસાર

ટીંટોઈ પીએચસીમાં ફરજ બજાવતી આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ મેડિકલ ઓફિસર તેમની સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરતા હોવાના આક્ષેપ અંગે ટેલિફોનિક પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે તેમની સામે થયેલ આક્ષેપ તદ્દન પાયા વિહોણા હોવાના અને કામ ન કરવું પડે તે માટેના બહાના હોવાનું જણાવ્યું હતું.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular