વિશાલ મિસ્ત્રી (નવજીવન. રાજપીપળા): કરજણ જળાશય યોજનાને પૂર્ણ થયે આજે વર્ષો વીતી ગયા હોવા છતાં ડુબમાં ગયેલી જમીન અને મકાનનું વળતર ન મળતાં અસરગ્રસ્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરજણ જળાશય યોજના આસપાસના નાંદોદ અને ગરુડેશ્વર વિસ્તારના પાડા, ઝાંપા, જુનારાજ, બુટવાલ ગામના અસરગ્રસ્ત ખેડૂતો, નર્મદા જિલ્લા આમુ સંગઠન પ્રમુખ મહેશ વસાવાએ વળતર મુદ્દે નર્મદા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે કરજણ જળાશય યોજનામાં સંપાદન થયેલી જમીનનું રહેમરાહે ચુકવણું કરવા અગાઉ દરખાસ્ત કરી હોવા છતાં વળતરની ચુકવણી કરાઈ નથી.
કરજણ જળાશય યોજનાના અસરગ્રસ્ત ખેડૂત ચંપકભાઈ ભાઈલાલભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, જમીન અને મકાન ડુબમાં ગયું હોવા છતાં અમને અત્યાર સુધી વળતર મળ્યું નથી. અમે અત્યાર સુધી કેટલું સહન કર્યું, અરજીઓ પણ કરી તે છતાં અમારી માંગ પુરી થઈ નથી. અમને અમારી માંગ મુદ્દે ધરણાં કરવાની પણ પરવાનગી આપી નથી. અમે કેવી રીતે જીવીએ અમારો પરિવાર દુઃખી છે. સરકાર વળતરની જવાબદારી લેવા તૈયાર જ નથી. એમણે સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે જો અમને વહેલી તકે વળતર નહીં ચૂકવાય તો અમે આંદોલન કરીશું. અમે કરજણ યોજનામાં નુકશાન કરવા તૈયાર છીએ. અમે કરજણ યોજનાનું પાણી બંધ કરી સિંચાઈનું પાણી પણ આપવા નહીં દઈએ. અમને જો વળતર ન મળતું હોય તો બીજાને પણ એનો લાભ ન મળવો જોઈએ. અમારી જમીનથી બધા સુખી થયા તો અમને પણ સુખી કરવા સરકારે વિચારવું જોઈએ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












