નવજીવન ન્યૂઝ.શામળાજીઃ અરવલ્લી જિલ્લાની રતનપુર ચેકપોસ્ટ પરથી ડ્રાય સ્ટેટ ગુજરાતમાં મોટા પ્રમાણમાં બુટલેગર વિદેશી દારૂ નિતનવા નુસ્ખા અપનાવી વિવિધ નાના-મોટા વાહનો મારફતે ઠાલવી રહ્યા છે. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક પ્લાસ્ટીકના વેસ્ટના કટ્ટાની આડમાં ટ્રકમાં ગુપ્ત ખાનામાં સંતાડેલા વિદેશી દારૂની ૬૨૫ પેટી જપ્ત કરી ટ્રક ચાલકને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી ૨૭.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા પ્લાસ્ટિક વેસ્ટના કટ્ટાની આડમાં વિદેશી દારૂની ટ્રકમાં હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી બાતમી આધારિત ટ્રક આવતા ટ્રકને અટકાવી હતી.
ટ્રકની તલાસી લેતા ટ્રકમાં પ્લાસ્ટીક વેસ્ટના કટ્ટા નીચે ગુપ્ત ખાનું બનાવેલું મળી આવ્યું હતું. ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ભરેલી ૬૨૫ પેટી નંગ-૧૩૯૨૦ બોટલ વિદેશી દારૂ અને ટીનનો રૂ.૧૭.૧૬ લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરી રાજસ્થાની ટ્રક ચાલક યોગેશ છાજુરામ યાદવને દબોચી લઇ રૂ.૨૭.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર મુકેશ ઉર્ફે મટકી જાટ અને તેનો માણસ મુનીમ (બંને રહે, રાજસ્થાન) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












