નવજીવન ન્યૂઝ.લંડન: ઉત્તર-પશ્ચિમ યુરોપ આ દિવસોમાં હરિકેન યુનિસ તોફાનને વિકરાળ સ્વરૂપ લીધું છે. આવી સ્થિતિમાં અનેક ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે અનેકને રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. આ દરમિયાન એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એર ઈન્ડિયાના પાયલોટ લંડનમાં ખૂબ જ અસરકારક રીતે વિમાનનું સફળ લેન્ડિંગ કરાવે છે. વાવાઝોડામાં ઝોલા ખાઈને વિમાન ખૂબ જ સરળતાથી એરસ્ટ્રીપ પર ઉતરે છે. આ વીડિયો સામે આવ્યા બાદ એર ઈન્ડિયાના પાઈલટના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, આ એરઈન્ડિયા પ્લેનના પાઈલટ કેપ્ટન અંચિત ભારદ્વાજ અને આદિત્ય રાવ હતા. જેઓ શુક્રવારે લંડનના હીથ્રો એરપોર્ટ પર બોઈંગ ડ્રીમલાઈનર એરક્રાફ્ટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં સફળ રહ્યા હતા.
તોફાનમાં ઝોલા ખાતું એરઈન્ડિયાના પ્લેનને યુટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમિંગ યુટ્યુબ ચેનલ બિગ જેટ ટીવી દ્વારા વિમાનનું સફળ અને સુરક્ષિત લેન્ડિંગ લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું. આ વીડિયોના સર્જક કહી રહ્યા છે કે આ ભારતીય પાયલોટ ખૂબ જ કુશળ છે.
અહેવાલો અનુસાર, બે ફ્લાઇટમાં એક AI-147 હૈદરાબાદની હતી. જેનું પાયલોટ કેપ્ટન અંચિત ભારદ્વાજે કર્યું હતું, જ્યારે બીજી ફ્લાઇટ AI-145 ગોવાની હતી, જેને કેપ્ટન આદિત્ય રાવ ઉડાડી રહ્યા હતા. એર ઈન્ડિયાએ તેના બંને પાઈલટોના ખૂબ વખાણ કર્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે અમારા કુશળ પાઇલોટે હીથ્રો એરપોર્ટ પર એવા સમયે લેન્ડિંગ કર્યું જ્યારે અન્ય એરલાઇન્સ તેમની હિંમત હારી ગઇ હતી. વાસ્તવમાં તોફાનના કારણે વિમાનોએ પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું અને તે રનવે પર લપસી શકે છે, જેના કારણે મોટી દુર્ઘટના થઈ શકે છે.
યુનિસ તોફાન વચ્ચે ઝોલા ખાતું એરઈન્ડિયાનું પ્લેન લેન્ડ થયું, વિડીયો વાઇરલ થતાં ભારતીય પાયલટની ચારેકોર પ્રશંસા pic.twitter.com/kRl828ldfy
— Navajivan News (@NavajivanNews) February 20, 2022
એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિકેન યુનિસ 1987 પછીના સૌથી શક્તિશાળી તોફાનોમાંથી એક છે. શુક્રવારે લંડનમાં પણ આ અંગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર યુરોપમાં લગભગ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દરમિયાન, લગભગ 450 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. બ્રિટન, આયર્લેન્ડ, નેધરલેન્ડ, બેલ્જિયમ, જર્મની અને પોલેન્ડમાં ઓછામાં ઓછા 16 મૃત્યુ નોંધાયા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












