નવજીવન ન્યૂઝ.અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ ગુજરાતમાં રાજકીય રંગ જામતો જાય છે. તાજેતરમાં કોંગ્રેસના આક્રમક નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પક્ષથી નારાજ થઈને કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો. જો કે હવે તેઓ કઈ પાર્ટીમાં જશે તે ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે આજે જયરાજસિંહએ ટ્વિટર પર ભાજપમાં જોડાવા અંગે જાહેરાત કરી છે.
જયરાજસિંહ પરમારે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું..જય હિંદ..
અત્રે ઉલ્લેખનીય છે કે જયરાજસિંહ પરમાર છેલ્લા 37 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને અનેક વખતે રાજ્ય સરકાર સામે આક્રમતા સાથે આવાજ ઉઠાવતા હતા. જો કે જાહેરમાં જે પાર્ટી વિરુદ્ધ નિવેદનો આપીને અનેક આક્ષેપો કરતાં હતા હવે તે જ પાર્ટીમાં જવાનો નિર્ણય જયરાજસિંહે કરતાં લોકોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.
મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું..
જય હિંદ.. pic.twitter.com/FS8JZ9ZUSe— Jayrajsinh Parmar (@JayrajKuvar) February 20, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












