Monday, June 29, 2026
HomeGeneralપંજાબમાં 117 બેઠકો માટે મતદાન શરૂ: 2.14 કરોડ મતદારો 1304 ઉમેદવારોના...

પંજાબમાં 117 બેઠકો માટે મતદાન શરૂ: 2.14 કરોડ મતદારો 1304 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ચંડીગઢ: પંજાબ વિધાનસભાની 117 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. મતદારો સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. ચૂંટણી પંચે તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તમામ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના 2.14 કરોડથી વધુ મતદારો આજે તમામ 117 બેઠકો પર કુલ 1304 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે જાહેર થશે સાથે જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાની વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે.



મતદાનની પૂર્વસંધ્યાએ પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી એસ કરુણા રાજુએ શનિવારે જણાવ્યું હતું કે વૃદ્ધો અને વિકલાંગ મતદારોને મતદાન કેન્દ્ર અને પાછા તેમના ઘરે લાવવા માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કરુણા રાજુએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યનું તંત્ર શાંતિપૂર્ણ, સ્વતંત્ર અને ન્યાયી ચૂંટણી માટે દિવસ-રાત કામ કરી રહ્યું છે.

કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને સીએમ ચહેરા તરીકે રજૂ કર્યા છે, તેઓ ચમકૌર સાહિબ અને ભદૌર વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. અમૃતસર પૂર્વ બેઠક પર, પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુનો મુકાબલો શિરોમણી અકાલી દળના બિક્રમ સિંહ મજીઠિયા, AAPના જીવનજ્યોત કૌર અને ભાજપના જગમોહન સિંહ રાજુ સામે છે.



2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 117માંથી 77 બેઠકો જીતી હતી, જ્યારે શિરોમણી અકાલી દળને 18 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 20 બેઠકો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.

- Advertisement -

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રાજ્યના લોકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું, ‘પંજાબમાં આજે મતદાન થવાનું છે, પ્રગતિશીલ પરિવર્તન માટે તમારો મૂલ્યવાન મત આપીને તમારા બંધારણીય અધિકારોનો ઉપયોગ કરો. ઉપરાંત, તમારા પરિવાર અને મિત્રોને બહાર આવવા અને મતદાન કરવા વિનંતી કરો કારણ કે દરેક મતની ગણતરી થાય છે!’




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular