Sunday, June 28, 2026
HomeGeneral'કોઈ રૂપિયા તો નથી માગતું'ને...': મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં પહોંચ્યા વલસાડ...

‘કોઈ રૂપિયા તો નથી માગતું’ને…’: મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં પહોંચ્યા વલસાડ રજિસ્ટ્રાર ઓફિસ, પછી શું…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડ: સામાન્ય રીતે મંત્રીઓ મોટી મોટી ગાડીઓના કાફલા અને બોડીગાર્ડ સાથે ફરતા હોય છે, પરંતુ ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી રિક્ષામાં બેસીને રજિસ્ટ્રાર ઓફિસ પહોંચતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. મંત્રી પ્રોટોકોલ તોડીને રજિસ્ટ્રાર ઓફિસની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને ઓફિસમાં આવીને લોકોને પડતી મુશ્કેલીઓ અંગે તાપસ કરી હતી. જોકે આવું પહેલી વખત થયું છે તેવું પણ નથી અગાઉ ઘણા નેતાઓ આ પ્રમાણે લાગતા વળગતા ખાતાઓમાં સરપ્રાઈઝ વિઝિટ કરી ચુક્યા છે, ખુદ રાજેન્દ્ર ત્રિવેદી પણ અગાઉ ઘણી વખત ખાતાઓની જાત તપાસ કરતા આવ્યા છે.




ગુજરાતનાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આજે રિક્ષામાં બેસીને વલસાડમાં રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા હતા અને તેનું ભાડું પણ ચુકવ્યું હતું. રજિસ્ટ્રાર ઓફિસમાં આવીને આજે તેમણે જાતે નિરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે રજિસ્ટ્રાર ઓફિસમાં આવીને લોકોને પડતી મુશ્કેલીઓ અંગે લોકો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે ઓફિસમાં કામ કરવા માટે કોઈ લાંચની માગણી તો નથી કરતું ને તેવો પ્રશ્ન લોકોએ પૂછ્યો હતો.

આ ઉપરાંત તેમણે અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે ઓફિસમાં આવતા નાગરિકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમણે બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવા સૂચનો તેમણે કર્યા હતા. ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અગાઉ પણ અનેક સરકારી કચેરીઓમાં આવી રીતે નિરીક્ષણ કરવા પહોંચ્યા છે અને ગેરજવાબદાર અધિકારીઓએ સામે પગલાં પણ લીધા છે.




- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular