નવજીવન ન્યૂઝ. તિરુવનંતપુરમઃ કેરળના પલક્કડ વિસ્તારમાં મલમપુઝાની પહાડીઓ પર બે દિવસથી ફસાયેલા એક વ્યક્તિને સેનાએ બચાવી લીધો છે. સોમવારથી ફસાયેલા યુવકને બચાવવાના પ્રયાસો થઇ રહ્યા હતા, પરંતુ રેસ્ક્યૂ ટીમ હજુ સુધી યુવક સુધી ખોરાક અને પાણી પહોંચાડવા માટે પહોંચી શકી ન હતી. કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદથી આ યુવાનને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા પણ ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ ડુંગરના ખડકોમાં ફસાયેલા આર બાબુને આજે સવાર સુધી બહાર કાઢી શકાયા ન હતા. એક વીડિયોમાં લગભગ 20 વર્ષનો આર બાબુ ટી-શર્ટ અને શોર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. ખતરનાક સ્થિતિમાં બેઠેલા આર બાબુ કોઈક રીતે એક નાનકડી તિરાડમાં પોતાનું સંતુલન જાળવી રહ્યા હતા.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આજે સવારે ટ્વીટ કરીને જણાવ્યું કે સેનાની રેસ્ક્યૂ ટીમ યુવાનો સાથે વાત કરવામાં સફળ રહી છે. મુખ્યમંત્રી પિનારાયી વિજયને કહ્યું હતું કે, “માલમપુઝાની ટેકરી પર ફસાયેલા યુવાનોને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ સેનાની બચાવ દળની બે ટીમ ઘટના સ્થળે હાજર છે. સેનાના સભ્યો તેની સાથે વાત કરવામાં સફળ રહ્યા. આજે બચાવ કામગીરી તેજ કરવામાં આવશે. ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર પણ આ ઓપરેશનમાં જોડાવા માટે તૈયાર છે.”
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલી એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે સેના ઉપરાંત ભારતીય વાયુસેના પણ બચાવ અભિયાનમાં લાગી ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, યુવકે તેના બે સાથીઓ સાથે મળીને ચેરાડ હિલની ટોચ પર જવાની યોજના બનાવી હતી, પરંતુ બાકીના બે અડધા રસ્તે પાછા ફર્યા હતા. પણ બાબુ શિખર પર ચડતો રહ્યો. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તે લપસીને પડી ગયો અને પહાડના કિનારે ખડકો વચ્ચે ફસાઈ ગયો.
કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, “આર બાબુને બચાવવાના પ્રયાસો ચાલુ છે અને મેડિકલ ટીમને ઘટના સ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી છે. પલક્કડ જિલ્લા તબીબી અધિકારીના નેતૃત્વ દ્વારા આરોગ્યની તમામ જરૂરિયાતો પર ધ્યાન આપવામાં આવશે. એમ્બ્યુલન્સને પણ તૈનાત કરવામાં આવી છે.”
Efforts on by #Indian Defence forces to #RESCUE trekker who has been stuck at a hillside crevice in #malampuzha #palakkad #kerala for over 30hrs@IndiaCoastGuard helo conducted recce, but terrain & winds proved challenging & had to abort
Next attempt Wednesday morning #Help pic.twitter.com/yJDzAGA8bb
— Sidharth.M.P (@sdhrthmp) February 8, 2022
A big salute to our #IndianArmy
Babu, the youth trapped in a steep gorge in #Malampuzha mountains in #Palakkad Kerala has now been rescued. pic.twitter.com/6m25KxGffp
— IndiaObservers (@IndiaObservers) February 9, 2022
#IndianArmy Always there to help.@IaSouthern @adgpi pic.twitter.com/iRkycRWgeB
— V Muraleedharan / വി മുരളീധരൻ (@VMBJP) February 9, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












