પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદની જેમ સુરતમાં પણ સિરિયલ બ્લાસ્ટ કરવાની યોજના હતી, અને સુરતમાં સૌરાષ્ટ્રના પાટીદારોની બહુમતી છે તેવા કતારગામ, વરાછા અને કાપોદ્રામાં 29 બોમ્બ ગોઠવવામાં આવ્યા હતા, તા 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ અને સુરતમાં એક સાથે સિરિયલ બ્લાસ્ટ કરવાની યોજના હતી. પરંતુ સુરતમાં ગોઠવવામાં આવેલા બોમ્બમાં ફીટ કરવામાં આવેલી ઈલેકટ્રીક સર્કીટમાં ગરબડ થતાં બોમ્બ ફુટયા નહીં અને સુરત બચી ગયુ હતું.
અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થતાં સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ હતું. જેના પગલે સુરત પોલીસ પણ એલર્ટ હતી ત્યારે જ સુરત પોલીસને જાણકારી મળી કે સુરતના વરાછા, કતારગામ કાપોદ્રા અને ઉમરા વિસ્તારમાં બોમ્બ જેવુ કઈક છે. આ જાણકારી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબઈન્સપેકટર રાજેન્દ્રસિંહ સરવૈયા બોમ્બ ડીસ્પોઝલ ટીમ સાથે તમામ સ્થળે દોડી આવ્યા હતા અને તમામ બોમ્બને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા નકામા કરી દેવામાં આવેલા બોમ્બની તપાસ ફોરેનસીક અધિકારીઓ કર્યા પછી એવો રીપોર્ટ આપ્યો હતો કે બોમ્બમાં ફીટ કરવામાં આવેલી ઈલેકટ્રીક સર્કીટ ફોલ્ટી હતી જેના કારણે બોમ્બ સુધી ઈલેકટ્રીક સપ્લાય પહોંચ્યો ન્હોતો જેના કારણે બ્લાસ્ટ થઈ શકયો ન્હોતો.
આ મામલો સુરતના તત્કાલીન પોલીસ કમિશનર આર એમ એસ બ્રાર દ્વારા એસ ખાસ તપાસ સમિતી બનાવવામાં આવી હતી જેમાં સુરત પોલીસ 72 આરોપીઓને પકડયા હતા. જે પૈકી 66 આરોપીઓ સામે કેસ ચાલી ગયો હતો. સુરતમાં બોમ્બ મુકવાની આખી યોજનાને લોજેસ્ટીક સ્પોર્ટ આપવાનું કામ સુરતના તનવીરે કર્યુ હતુ જો કે મુળ સુરતનો પરંતુ ભરૂચમાં રહેતા સાજીદ મન્યુરીને સુરત બોમ્બકાંડનો મુખ્ય સુત્રધાર પોલીસ માની રહી છે. ભરૂચના તત્કાલીન ડીએસપી સુભાષ ત્રિવેદ્દી દ્વારા સાજીદની ધરપકડ કરવામાં આવી હતી
અમદાવાદની જેમ સુરતની હોસ્પિટલ બહાર પણ કાર બોમ્બ હતા
અમદાવાદ જેવુ જ મોડયુલ સુરતમાં હતુ. અમદાવાદમાં બ્લાસ્ટ થયા પછી ઈજાગ્રસ્તો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમદાવાદ સિવિલ અને એલજી હોસ્પિટલમાં પાર્ક કરવામાં આવેલી બે કારમાં બ્લાસ્ટ થયો હતો તેવુ સુરત પણ ગોઠવણી કરવામાં આવી હતી. સુરતમાં બ્લાસ્ટ પછી ઈજાગ્રસ્તો હોસ્પિટલ પહોંચે ત્યારે બ્લાસ્ટ કરવા માટે પુણા જનરલ હોસ્પિટલ અને હિરાબાગ ડ઼ૉકટર હાઉસની બહાર બે વર્ના કાર પાર્ક હતી જેમાં 40 કિલો બોમ્બની સામ્રગી ફીટ કરવામાં આવી હતી, જો બ્લાસ્ટ પણ થયો હતો તો સંખ્યાબંધ લોકો માર્યા જતા. તેમાં કોઈ શંકા નથી
અમદાવાદમાં પીઆઈ વાઘેલા અને સુરતમાં રાજપુત- ભાગવતની ભુમીકા મહત્વની છે.
2008માં બ્લાસ્ટની ઘટના પછી વિવિધ એજન્સીઓમાં ફરજ બજાવનાર અનેક અધિકારીઓ આવ્યા અને બદલી થઈ ગઈ. બીજી તરફ કોર્ટ કેસ ચાલતા રહ્યા, નવા આવનાર અધિકારીને કેસની ભુમીકા અને તેના દસ્તાવેજો અંગે સ્વભાવીક રીતે ખબર ના હોય પરંતુ સમગ્ર મામલામાં અમદાવાદ અને સુરતના ત્રણ પોલીસ અધિકારી જવાનોની ભુમીકા અગત્યની રહી છે કારણે 2008થી આજ સુધી તમામ દસ્તાવેજો અને કાર્યવાહીથી તેઓ વાકેફ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 2008માં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેકટર પી જી વાઘેલા કેસનો હિસ્સો હતો પરંતુ દસ વર્ષ અગાઉ તેઓ નિવૃત્ત થઈ ગયા હોવા છતાં ગુજરાત સરકારે તેમને એકસટેશન આપી તેમની સેવા લેવાનું ચાલુ રાખ્યુ છે. તેવી જ રીતે સુરત પોલીસમાં હેડકોન્સટેબલ મનોજ રાજપુત અને પ્રકાશ ભાગવતની કામગીરી પણ નોંધપાત્ર છે. પ્રકાશ ભાગવત બે વર્ષ અગાઉ નિવૃત્ત થઈ ગયા હોવા છતાં ખાસ બ્લાસ્ટ કેસમાં તેમની સેવા લેવામાં આવી રહી છે, અત્રે ઉલ્લેખનિય છે એક જોગાનુંજોગ એવો છે કે 2008માં સુરત ક્રાઈમ બ્રાન્ચના સબઈન્સપેકટર તરીકે ફરજ બજાવનાર અને બ્લાસ્ટ એસઆઈટીના સભ્ય તેવા રાજેન્દ્રસિંહ સરવૈયા હાલમાં સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી તરીકે ફરજ બજાવે છે
અમદાવાદમાં આઝમગઢ મોડયુલ સુરતમાં મહારાષ્ટ્ર-કેરળ મોડયુલ
સુરત અને અમદાવાદમાં બ્લાસ્ટ કરવા માટે ઈન્ડીયન મુઝાહીદનના બે અલગ મોડયુલ હતા. જેમાં આઝમગઢથી આવેલા ટીમે અમદાવાદમાં બોમ્બ બનાવવાનું અને બોમ્બ મુકવાનું કામ કર્યુ હતું જયારે સુરતમાં બોમ્બ મુકવાની કામગીરી મહારાષ્ટ્રના પુના અને કેરળથી આવેલા લોકોએ બોમ્બ મુકયા હતા. સુરતમાં જે બોમ્બ મુકવામાં આવ્યા તેની ઈલેકટ્રીક સર્કીટ પણ કેરળથી આવી જે નક્કી નિકળતા સુરત બચી ગયુ હતું
એક નિર્દોષને આતંકી સમજી પકડી લીધો છે તેવુ સુરત અને અમદાવાદ પોલીસે કોર્ટમાં કહ્યુ
સામાન્ય રીતે આવી ઘટના ઘટે ત્યારે પોલીસ ઉપર આરોપ થાય અને માછલા પણ ધોવાય છે. પોલીસ ઉપર કાયમ થતાં આરોપ પ્રમાણે પોલીસ નિદોર્ષ લોકોને પકડી રહી છે તેવો આરોપ હોય છે. અમદાવાદ અને સુરત પોલીસે આ મામલે 80 કરતા વધુ આરોપીઓને પકડી જેલ હવાલે કર્યા હતા. આ આરોપીઓ દેશભરમાંથી પકડાયેલા હતા. જેઓ ગુજરાત બહારના હતા તેવા આરોપીઓને તો ભાષા અને સંપર્કોની પણ સમસ્યા હતી. અમદાવાદ અને સુરત પોલીસના ચોપડે તપાસમાં એક નામ આવી રહ્યુ હતું નાસીર પરવેઝ, પોલીસને પ્રથમ માહિતી મળી જેના આધારે પરવેઝની કર્ણાટકના બેલગામથી ધરપકડ કરવામાં આવી હતી જેમાં જાણકારી હતી કે કેરળના વાઘમાનના જંગલોમાં આતંકીએ ટ્રેનીંગ કેમ્પ રાખ્યો હતો જેમાં નાસીર હતો.
પરંતુ અમદાવાદ અને સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યુ કે તેઓ જે નાસીરને પકડી લાવ્યા જેનો આ ઘટના સાથે કોઈ સંબંધ નથી, જેના કારણે અમદાવાદ અને સુરત પોલીસે કોર્ટને સીઆરપીસી 169 પ્રમાણે રીપોર્ટ આપ્યો હતો તેમણે પકડેલા નાસીર સામે તેમની પાસે કોઈ પુરાવા નથી તેથી તેને છોડી મુકવામાં આવે, આ રીપોર્ટના આધારે કોર્ટે નાસીરને છોડી મુકયો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












