Saturday, April 25, 2026
HomeGeneralપોલીસના ‘ટકાવારી કાંડ’નો વિરોધ કરતા કોંગીજનોની અટકાયત કરતી પોલીસ: રાજકોટ

પોલીસના ‘ટકાવારી કાંડ’નો વિરોધ કરતા કોંગીજનોની અટકાયત કરતી પોલીસ: રાજકોટ

- Advertisement -

તુષાર બસિયા(નવજીવન.રાજકોટ): રાજકોટ પોલીસ કમિશનર પર ધારાસભ્યના ટકાવારી લઈ વસુલી કરવાના આક્ષેપ બાદ કોંગ્રેસ બહાર આવી છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાજકોટના જીલ્લા પંચાયત ચોક ખાતે હપ્તા વસુલી મામલે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.



રાજકોટ પોલીસ કમિશનર પર ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ સાંસદ મોકરીયાના આક્ષેપ બાદ પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. ત્યારે આજરોજ ફરી 2 ફરિયાદો શહેરમાં પોલીસની ક્રાઈમ બ્રાન્ચ વિરૂધ્ધ ઉઠવા પામી હતી. ત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા આજરોજ પોલીસ કમિશનર કચેરી પાસે જિલ્લા પંચાયત ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોને પોલીસે અટકાયતમાં લેતા વિવાધ ઘેરાયો હતો.

કોંગ્રેસી કાર્યકરોની અટક બાદ શહેરમાં ચર્ચા જાગી હતી કે આરોપીની અટક કરવાના બદલે પોલીસ વિરોધ કરનારની ધરપકડ કરી રહી છે. આ મામલે પોલીસે કોંગ્રેસ પાસે મંજૂરી નહીં હોવા છતાં પ્રદર્શન કરતા અટક કર્યાનું મીડિયાને જણાવ્યું હતુ.
રાજકોટમાં છેલ્લા 3 દિવસથી પોલીસ પર આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ બાકાત નથી. તેમજ આજરોજ પણ પોલીસ વિરૂધ્ધમાં ફરિયાદો ઉઠવા પામી હતી. જેમાં કોરા ચેક સાઈન કરાવી લેવા તેમજ જમીન દબાણ પુર્વક લખાવવાના આરોપો લાગ્યા છે.



ત્યારે હજુ સુધી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ મીડિયા સમક્ષ ખુલાસો કરતા જોવા નથી મળ્યા. ત્યારે પોલીસ કમિશનર ભુગર્ભમાં ઉતરી ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. હાલ શહેરમાં પોલીસ વિરૂધ્ધમાં આરોપો પર આરોપો સામે આવતા લોકોમાં જાત-જાતની ચર્ચાઓ જોર પકડી રહી છે. હાલ શહેરીજનો ગૃહમંત્રી ક્યારે પગલા લેશે તેની રાહ જોઈ રહ્યા છે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular