Friday, April 24, 2026
HomeGeneralસુરત: કેરટેકરના ભરોસે બાળકને મૂકીને જતાં વાલી માટે ચેતવણીરૂપ કિસ્સો, બાળકને બ્રેન...

સુરત: કેરટેકરના ભરોસે બાળકને મૂકીને જતાં વાલી માટે ચેતવણીરૂપ કિસ્સો, બાળકને બ્રેન હેમરેજ થતાં ICUમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરત: સુરતમાં કેરટેકરના ભરોસે મૂકીને જતાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કેરટેકરે માર મારતા 8 માસનો બાળક ઇજાગ્રસ્ત થયા ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેરટેકરની હેવાનિયત કેદ થઈ ગઈ હતી. સમગ્ર બાબતે રાંદેર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના રાંદેર પાલનપુર પાટિયા હીમગીરી સોસાયટીમાં એક મહિલાને ટ્વીન્સ બાળકો આવ્યા હતા. આ બાળકના પિતા સ્કૂલમાં શિક્ષક અને માતા આઈટીઆઈમાં ઈન્સ્ટ્રચર હોવાના કારણે બાળકોની સાચવણી માટે છેલ્લા ત્રણ મહિનાથી ત્રણ હજારના પગારે કોમલ રવિ ચાંદલેકરને કેરટેકર તરીકે રાખી હતી. શુક્રવારે કોમલે મિતેશ પટેલને ફોન કરીને જણાવ્યું કે, તેમનો એક દીકરો બેભાન થઈ ગયો છે. જેથી તેઓ તાત્કાલિક ઘરે આવ્યા અને દીકરાને હોસ્પિટલ લઈ ગયા હતા.જ્યા બાળકને માથામાં ઈજા થઈ હોવાનુ સામે આવ્યું હતું. બાળકને ઈજાથી બ્રેન હેમરેજ થઈ ગયુ હતું. આથી તેમણે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જે જોઈને તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

સીસીટીવી કેમેરામાં કેરટેકરે બાળકને 5 મિનિટ સુધી અત્યાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે. બાળકને પલંગ પર 4 થી 5 વાર પછાડ્યો હતો. બાદમા તેના કાન આમળીને હવામાં ફંગોળ્યો હતો. જેથી બાળક બેહોશ થઈ ગયો હતો. કેરટેકરની હેવાનિયત જાણી ગયેલા માતાપતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેરટેકર કોમલ સામે બાળકના હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



દંપતીના પાડોશીએ જણાવ્યું કે, દંપતીના દીકરાઓ આયા સાથે હતા ત્યારે ખૂબ રડતા હતા. જેથી કપલને શંકા જતાં તેમણે ઘરમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ તપાસ્યા હતા. આયા કોમલના ઘરમાં સીસીટીવી લાગેલા હોવાની વાતથી અજાણ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કોમલને સંતાનો નથી, ઉપરથી ઘરનું ટેન્શન હતું, જેથી તેણે બાળક પર ગુસ્સો ઠાલવી તેને પલંગમાં પછાડી, કાન આમળી તેમજ હવામાં ઉછાળી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

આજના જમાનામાં માતાપિતા બંને નોકરી કરતા હોય છે. મોંઘવારી અને ઘરની જરૂરિયાતોને પહોંચી વળવા બંનેએ નોકરી કરવી જરૂરી બની ગયુ છે. જેથી ઘરના બાળકોની સાચવણી કેરટેકરના ભરોસે રાખવી પડે છે. પરંતુ કેટલાક હેવાન કેરટેકર્સના કારણે ઘણી વખત બાળક ગુમાવવાનો પણ વારો આવતો હોય છે.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular