નવજીવન ન્યૂઝ. અમદાવાદ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન દ્વારા આજે સંસદમાં રજુ કરવામાં આવેલા નાણાંકીય વર્ષ 2022/23નાં કેન્દ્રીય બજેટને નિરાશાજનક ગણાવી કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયએ કેન્દ્ર સરકાર પર નિશાન સાંધ્યું હતું.
કેન્દ્રીય બજેટ વિશે જણાવ્યું અર્જુન મોઢવાડિયએ કહ્યું હતું કે કોરોનાના વિકટ સમયમાં આ બજેટ ઊંટના મોઢામાં જીરા સમાન છે. બજેટને લઈને અપેક્ષા એવી હતી કે અર્થતંત્રની ગાડીના જે પૈડા અટકી ગયા છે તેને આગળ ધપાવવા માટે, મોઘવારી નાબુદ કરવા તેમજ રોજગારીની તકોના સર્જન માટે મહત્વની જાહેરાતો કરવામાં આવશે. પરંતુ આ તમામ આશાઓ ઉપર પાણી ફરી વળ્યુ છે.
અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે માત્ર કોર્પોરેટ સેક્ટરના મુડીવાદી લોકોને ટેક્સમાં રાહત આપવામાં આવી છે. પરંતુ GSTની 1.40 લાખ કરોડની ઐતિહાસિક આવક છતા ઈન્કમ ટેક્સમાં કોઈ રાહત ન આપીને મધ્યમ વર્ગને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. બજેટમાં ખેડુતો માટે MSPની જોગવાઈ અને આવક વધે તે માટેની જાહેરાતની જે અપેક્ષાઓ રખાતી હતી તે પણ ઠગારી નિવડી છે.
તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપરના જીએસટી સ્લેબમાં ઘટાડીની અપેક્ષા પણ પુરી થઈ નથી. આ બજેટ આમ આદમી માટે કટોરા દર્ખાસ્ત સમાન છે. કોરોનાથી મૃત્યુ થયા છે તેમના પરિવારને સહાય માટે ૪ લાખ ના વળતર જાહેરાતની અપેક્ષા રખાતી હતી તે પણ ઠગારી નિવડી છે. વૃદ્ધો માટે આજીવિકાના સાધન સમાન વ્યાજદરોમાં કોઈ વધારો નથી. રાજ્ય સરકારોને સહાયને બદલે માત્ર લોનની જોગવાઈ કરાઈ છે, બજારમાં માંગ ઉભી કરવા કે નાના ઉદ્યોગોના વિકાસ માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.
વિદેશી યુનિવર્સીટીઓને નિમંત્રણ આપી શિક્ષણ મોંઘું કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે. તેમજ શહેરી વિકાસ માટે ઉચ્ચસ્તરીય કમિટિ બનાવી દેશના 50%ને શહેરી વિસ્તારમાં આવરી લઈ ગામડાં નાબુદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમગ્ર રીતે આંકડાઓની માયાજાળ રચી માત્ર ફુલ ગુલાબી સ્વપ્ન બતાવવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિક્તામાં એવી કોઈ જાહેરાત નથી થઈ કે જેનાથી મોંઘવારી ઘટે અથવા બેરોજગાર યુવાનોને રોજગારી મળે કે ગરીબ, મધ્યવર્ગની જનતાને રાહત મળે.
ગુજરાતના મુખ્યમંત્રીએ બજેટ અંગે જણાવ્યુ હતું કે આજે આપેલું બજેટ આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના નામને સંપૂર્ણ પણે સાકર કરતું લોકરંજક બજેટ છે. કોરોના મહામારી દરમિયાન લોકો ઉપર એક પણ રૂપિયાનો વધારોનો ટેક્સ નાખ્યા વગરનું આ બજેટ છે. ભારત આઝાદીના 75 થી 100 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીની બ્લ્યુ પ્રિન્ટ અને વિકાસ રોડ મેપ આ બજેટમાં છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












