Friday, October 23, 2026
HomeBusinessAdani એ લોકોની દિવાળી બગાડીઃ CNGમાં એક ઝટકે રુ. 4.45 /kg વધ્યા

Adani એ લોકોની દિવાળી બગાડીઃ CNGમાં એક ઝટકે રુ. 4.45 /kg વધ્યા

- Advertisement -

Aani CNG Price Hike before this Diwali 2026: દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદના વાહન ચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ તો આસમાને છે જ હવે અદાણી ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો કર્યો છે. આ વધારા બાદ અમદાવાદમાં CNGનો ભાવ ₹98.47 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. આમ, CNGના ભાવ હવે ₹100ની સપાટીની નજીક પહોંચી ગયા છે. ઓગસ્ટ 2026માં પણ કંપનીએ પ્રતિ કિલો ₹4નો વધારો કર્યો હતો. વારંવાર ભાવ વધવાથી CNG વાહનોનો ઉપયોગ કરતા લોકોના માસિક બજેટ પર વધારાનો બોજ પડી શકે છે.

અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL)ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કુદરતી ગેસની ખરીદીનો ખર્ચ વધતાં ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. કંપનીએ ઘરેલું ગેસની ઓછી ઉપલબ્ધતા, સપ્લાયમાં કાપ અને વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધ્યા હોવાનું જણાવ્યું છે. આ પરિસ્થિતિને કારણે ભાવવધારો કરવો પડ્યો હોવાનું કંપનીનું કહેવું છે.

- Advertisement -

આ ભાવવધારાની અસર ગુજરાતના અમદાવાદમાં જોવા મળશે. અહેવાલ મુજબ, કંપનીના ભાવવધારાની અસર ગુજરાતની બહાર જોવા નહીં મળે. અન્ય શહેરોમાં CNGના ભાવ અલગ-અલગ છે. આપેલી વિગતો પ્રમાણે, નોઇડામાં પ્રતિ કિલો ₹95.59, દિલ્હીમાં ₹86.98, મુંબઈમાં ₹89, ચેન્નાઈમાં ₹99.50, કોલકાતામાં ₹103 અને જયપુરમાં ₹99.50 ભાવ છે. અમદાવાદમાં ભાવ ₹98.47 થતાં દિવાળીના પ્રવાસ અને રોજિંદા વાહનવ્યવહારના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular