Wednesday, October 7, 2026
HomeGujaratAhmedabadનિવૃત્ત બેંક કર્મચારીને હની ટ્રેપમાં ફસાવી વર્ષથી લાખો રૂપિયા વસૂલતી ટોળકીનો સાગરીત...

નિવૃત્ત બેંક કર્મચારીને હની ટ્રેપમાં ફસાવી વર્ષથી લાખો રૂપિયા વસૂલતી ટોળકીનો સાગરીત 1 લાખ સાથે ઝડપાયો, બે આરોપી ફરાર

- Advertisement -

Ahmedabad Police busts gang running a honey-trap racket : અમદાવાદ શહેર પોલીસે હની ટ્રેપ રેકેટ ચલાવતી ટોળકીના એક સાગરીતને ઝડપી પાડી એક લાખ રૂપિયા રોકડા કબજે લીધા છે. શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન (Anandnagar Police Station) ની હદમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારીને ફેસબુક એક યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. એકાંત પળો માણવા નીકળેલા વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવીને એક ટોળકી પોલીસ કાર્યવાહીનો ડર બતાવી કુલ 24 લાખ રૂપિયા પડાવી ચૂકી છે. પોલીસની ઓળખ આપી હની ટ્રેપનું રેકેટ ચલાવતી ટોળકીના ફરાર બે સાગરિતને પોલીસે શોધી કાઢવા પ્રયાસ હાથ ધર્યો છે.

ગત સોમવારે રાત્રિના સમયે પોલીસ કંટ્રોલ રૂમને આનંદનગર પોલીસ સ્ટેશન ખાતેથી એક મેસેજ મળે છે કે, એક વૃદ્ધ અને તેમના પુત્રને બ્લેકમેઇલ કરી એક લાખ રૂપિયા પડાવી લઈ કાળા રંગના થેલામાં લઈ ભાગ્યો છે. જે માહિતીના આધારે શહેરમાં નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાનમાં ડીસીપી ઝોન-7 એલસીબીના પીએસઆઈ એચ.ડી. વાઘેલા (PSI H D Vaghela) અને તેમની ટીમને એક શખસ એસ.જી. હાઇવે ખાતેથી મળી આવતા એક લાખ રોકડા અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવે છે.

- Advertisement -

આ મામલની હકિકત એવી છે કે, ગત વર્ષે ફેસબુક પર સંપર્કમાં આવેલી એક યુવતીને મળવા વૃદ્ધ તેમની કાર લઈને ધનતેરસના દિવસે નરોડા-દહેગામ રોડ પર ગયા હતા. યુવતી સાથે વૃદ્ધ કારમાં થોડાંક આગળ વધ્યા તે દરમિયાન બે શખસો ત્યાં આવી ગયા હતા અને તેમાંના એકે યુવતીના પતિની અને બીજાએ પોલીસની ઓળખ આપી કેસ કરવાની બીક બતાવી 10 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ કેસ કાર્યવાહી રોકવાના નામે 5 લાખ રૂપિયા પડાવ્યા અને તે પછી બીજા 9 લાખ રૂપિયા કેસ બંધ કરી દેવાના પડાવ્યા હતા. ગત સોમવારે 7 લાખ રૂપિયા લેવા આવેલા શખસો પોલીસ નહીં હોવાની શંકા જતા આનંદનગર પોલીસને મામલાની જાણ કરવામાં આવી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular