- 300 MPs જ્ઞાનેશ કુમારને મળવા માગે છે, તે ડરી ગયા છે
- દેશને નરેન્દ્ર મોદીએ વોટ ચોરીને હાઈજેક કર્યો છે, શાહ અને મોહન ભાગવતે હાઈજેક કર્યો છે જ્ઞાનેશ કુમારે મદદ કરી
- એક પણ વ્યક્તિ બચીને જશે નહીં, મોદી, ભાગવત કે શાહ કે પછી જ્ઞાનેશ કુમાર હોય
CEC Gyanesh Kumar, Narendra Modi, Amit Shah, Mohan Bhagwat vs Rahul Gandhi Vote chori, SIR: મુખ્ય ચૂંટણી કમિશનર Gyanesh Kumar ના રાજીનામાની માગને લઈને વિરોધ પ્રદર્શન દરમિયાન આકાશવાણી ભવનમાં રોકવામાં આવેલા રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જોકે આ દરમિયાન રાહુલ ગાંધી ખુબ નારાજ નજરે પડ્યા હતા. તેમણે આકરા શબ્દોમાં ના માત્ર Gyanesh Kumar પરંતુ Narendra Modi, Amit Shah અને Mohan Bhagwat ને સીધો પડકાર ફેંક્યો હતો. તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર સીધો શાબ્દીક હુમલો કરતા કહ્યું કે, ભાજપ જે પણ કહે તેમાં મને બીલકુલ રસ નથી. કાન ખોલીને સાંભળી લો, દેશને નરેન્દ્ર મોદીએ વોટ ચોરીને હાઈજેક કર્યો છે, અમિત શાહે હાઈજેક કર્યો છે અને મોહન ભાગવતે હાઈજેક કર્યો છે. જેમાં જ્ઞાનેશ કુમારે મદદ કરી છે. એક પણ વ્યક્તિ બચીને જશે નહીં, પછી તે નરેન્દ્ર મોદી હોય, મોહન ભાગવત, અમિત શાહ હોય કે પછી જ્ઞાનેશ કુમાર હોય.
તેમણે આ સાથે જ કહ્યું કે તે ભારતના લોકતંત્રને બચાવવા માટે ઊભા છે. તેમની સાથે અહીં થોડા કલાક પહેલા લોકસભા અને રાજ્યસભાના 300 સાંસદ હતા. તે પણ દેશના લોકતંત્રને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, અમિત શાહ, નરેન્દ્ર મોદી, મોહન ભાગવત, જ્ઞાનેશ કુમાર આ લોકોએ દેશના લોકતંત્રને ખત્મ કરી દીધું છે. આ વાતને પુરો દેશ અને યુવાન માને છે અને સમજે છે. મને રોકવા વાળા પોલીસ કર્મચારીઓ પણ માને છે. તેમણે ખુદ મને કહ્યું કે અમે પણ જાણીએ છીએ.
તેમણે એવું પણ કહ્યું કે, હું બીલકુલ સભાન અવસ્થામાં કહું છું કે તમામ લોકોના વિરુદ્ધ કાર્યવાહી થશે કોઈ બચશે નહીં.
તેમણે એ પણ કહ્યું કે, 300 સાંસદોને અહીં રોકવામાં આવ્યા, હવે અમને અહીં બેસાડી રાખ્યા છે. ચૂંટણી પંચ અહીંથી 50 ગજ દૂર છે, પરંતુ અમને જવા દેવામાં આવી રહ્યા નથી. સમસ્યા શું છે સમજમાં નથી આવતું. 300 સાંસદ જ્ઞાનેશ કુમારને મળવા માગે છે. તે ડરેલા છે. ખબર નથી દેશમાં શું થઈ રહ્યું છે. જો ચૂંટણી પંચ પ્રતિનિધિઓને જ નહીં મળે તો પછી લોકતંત્રનો મતલબ શું?
ઉલ્લેખનીય છે કે, વિપક્ષી સાંસદો આજે ચૂંટણી પંચ જઈ રહ્યા હતા ત્યારે તેમને પોલીસે સંસદ ભવન માર્ગ પર જ રોકી લીધા હતા. રાહુલ ગાંધીને અટકાયતમાં લેવાયા હતા. રાહુલ ગાંધી હજુ પણ (આ લખાય છે ત્યાં સુધી) આકાશવાણી ભવનની અંદર છે. આ દરમિયાન ગેટથી તેમણે મીડિયા સાથે વાત કરી હતી.








