Thursday, October 1, 2026
HomeGujaratAhmedabadAhmedabad : નિરમા યુનિવર્સિટીમાં અશ્લીલ હરકતને પગલે 'બ્લેક ડે', વિદ્યાર્થીઓએ કાળા કપડા...

Ahmedabad : નિરમા યુનિવર્સિટીમાં અશ્લીલ હરકતને પગલે ‘બ્લેક ડે’, વિદ્યાર્થીઓએ કાળા કપડા પહેરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો

- Advertisement -

Nirma University bows to the students protest : અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી નિરમા યુનિવર્સિટી એક પછી એક વિવાદોમાં (Nirma University Controversy) આવી રહી છે. તાજેતરમાં યુનિવર્સિટીના પ્રોફેસર એચ.કે. પટેલે (H. K. Patel) સ્ટેજ પર વિદ્યાર્થીનો કોલર પડી અહંકારપૂર્વક આપેલા નિવેદનનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ યુનિવસિર્ટી કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલની સામે બનતા નવા બિલ્ડીંગમાં એક શ્રમિકની બિભત્સ હરકતનો વીડિયો સામે આવ્યો છે. જે મામલે સત્તાધીશોએ કાર્યવાહી કરવાના બદલે ઢાંકપિછોડો કરી વિદ્યાર્થીનીઓની રજૂઆતને કોરાણે મૂકી દેતા મામલો બિચક્યો છે. જેના વિરોધમાં આજે ગુરૂવારે એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ નિરમા યુનિવર્સિટીમાં કાળા કપડા પહેરી પ્લે કાર્ડ સાથે ‘બ્લેડ ડે’ મનાવ્યો (Black Day in Nirma University following protests) છે. વિદ્યાર્થીઓનું વિરોધ આંદોલન થતાં નિરમા યુનિવર્સિટીના સત્તાધીશો નતમસ્તક થઈ ગયા છે.

શું છે સમગ્ર મામલો ?

- Advertisement -

નિરમા યુનિવર્સિટી પરિસરમાં નવી બની રહેલી H-5 બિલ્ડિંગમાં ગત 29મી સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યા શખસે ગર્લ્સ હોસ્ટેલ (H-4 બ્લોક) સામે જાહેરમાં અશ્લીલ હરકતો કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક વિદ્યાર્થિનીએ ઉતારી લઈ યુનિવર્સિટીના સત્તાધીશોને સોંપ્યો હતો. જો કે, આ મામલે કોઈ કાર્યવાહી કરવાના બદલે યુનિવર્સિટી સત્તાધીશોએ વિદ્યાર્થીનીઓને કપડાં પહેરવા સંબંધિત સલાહો આપી હોવાની એક વાત સામે આવી છે. અજાણ્યા શખસ સામે કાર્યવાહી કરવાના બદલે યુનિવર્સિટી સત્તાધીશોએ ગર્લ્સ હોસ્ટેલને ગ્રીન નેટથી ઢાંકી દેતા મામલો બિચક્યો હતો.

વિરોધ થતાં સત્તાધીશો ઘૂંટણિયે આવી ગયા

વિદ્યાર્થીનીઓની પુરાવા સાથેની રજૂઆત બાદ પણ નિરમા યુનિવર્સિટીના સત્તાધીશોના પેટનું પાણી હલ્યું ન હતું. આથી આજે નિરમા યુનિવર્સિટી કેમ્પસ ખાતે એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. STOP POLICING WOMEN’S BODIES (સ્ત્રીઓના શરીર પર નિયંત્રણ રાખવાનું બંધ કરો), KNOCK KNOCK ? ACCOUNTABILITY WHERE ? જેવા પ્લે કાર્ડ દર્શાવીને સત્તાધીશોના કાન આમળ્યા છે. જેના પગલે યુનિવર્સિટીના મુખ્ય સુરક્ષા અધિકારી જયરામ દેસાઈ (Jayram Desai) એ સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station) ખાતે આ મામલે અજાણ્યા શખસ સામે બિભત્સ હરકત કરવાની ફરિયાદ નોંધાવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular