Monday, April 27, 2026
HomeGeneralઈમાનદારી: 108 એમ્બ્યૂલન્સ કર્મીઓએ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને રોકડ રકમ અને...

ઈમાનદારી: 108 એમ્બ્યૂલન્સ કર્મીઓએ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને રોકડ રકમ અને ડોક્યુમેન્ટ પરત કર્યા

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ. અરવલ્લી): આજના આ યુગમાં જ્યાં માનવતા મરી મરપરવારી છે. ત્યારે 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ અનોખી ઈમાનદારી બતાવી રહ્યા છે ઘાયલ લોકોની ત્વરીત પ્રાથમિક સારવાર અને દર્દીઓને ઇમર્જન્સીમાં હોસ્પિટલ સુધી પહોંચાડવાની સાથે માનવતા અને નૈતિકતાનું ઉદાહરણ, ૧૦૮ના કર્મચારીઓ પૂરું પાડે છે. અકસ્માતમાં ઘાયલ દર્દીના કોઈ સ્વજન પણ જે વખતે હાજર ન હોય એ સમયે તેવા દર્દીઓની પાસે રહેલો મુદ્દામાલ લઈ તેમના પરિવારજનોને સહીસલામત પહોંચાડવાની જવાબદારી ૧૦૮ના કર્મીઓ ઈમાનદારીથી નિભાવતા હોય છે. આવો જ એક હૃદયને હૂંફ આપી જતો કિસ્સો બહાર આવ્યો છે જેમાં મેઘરજ ૧૦૮ એમ્બુલન્સના કર્મીઓએ અકસ્માતમાં મૃત પામેલા યુવક પાસેથી મળેલી રોકડ રકમ, પર્સ અને ડોક્યુમેન્ટ્સ પરિવારજનોને પરત કર્યા હતા.



- Advertisement -

મોડાસા-મેઘરજ રોડ પર મેવડા પાટિયા નજીક કાર-બાઈકનો અકસ્માત સર્જાતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા મેઘરજની ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સના ઈએમટી નાસીમ પઠાણ અને પાયલોટ દશરથસિંહ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગંભીર ઈજાગ્રસ્ત રાજસ્થાની યુવક જ્યંતિલાલ રોતને સારવાર માટે મેઘરજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જતા સારવાર મળે તે પહેલા મોતને ભેટ્યા હતા. મૃતક યુવક પાસેથી ૯ હજાર રોકડા, પર્સ અને આધારકાર્ડ મળી આવતા હોસ્પિટલના સ્ટાફને જમા કરાવતા હોસ્પિટલ સ્ટાફ નર્સ બહેનોએ મૃતક યુવકના પરિવારજનોને રોકડ રકમ, પર્સ અને ડોક્યુમેન્ટ સુપ્રત કરી માનવતા મહેકાવી હતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular